<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

લ્યો બોલો :પાકિસ્તાનમાં પ્લેનનું એક પૈડું હવામાં જ ગાયબ થયું: લાહોરમાં કરાવવું પડ્યું લેન્ડિંગ

ફ્લાઈટને જોયા બાદ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો : સમગ્ર પ્રકરણની તપાસ

લાહોર :તાજેતરમાં જ પાકિસ્તાનમાં અલગતાવાદીઓએ એક ટ્રેન હાઇજેક કરી હતી. કોઈ રીતે ટ્રેનમાં બંધક બનેલા મુસાફરોને બચાવી લેવાયા હતા. આ પછી પાકિસ્તાનથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે.

વાસ્તવમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નું પ્લેન લાહોર એરપોર્ટ પહોંચ્યું હતું, પરંતુ આ પ્લેનનું વ્હીલ ગાયબ હતું. આ ફ્લાઈટને જોયા બાદ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. બાદમાં આ સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી હતી. આ પછી જાણવા મળ્યું કે પ્લેનનું એક વ્હીલ ગાયબ હતું

 

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ પીકે 306 કરાચીથી લાહોર આવી રહી હતી. વિમાન અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. લેન્ડિંગ બાદ જ્યારે એરક્રાફ્ટની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એરક્રાફ્ટના પાછળના પૈડામાંથી એક ગાયબ હતું.

અધિકારીઓએ જણાવ્યું કે મુખ્ય લેન્ડિંગ ગિયર (પાછળના) પરના છ પૈડામાંથી એક ગાયબ હતું. આ જોઈને અધિકારીઓ ગભરાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન લાહોર પહોંચ્યાના 14 કલાક બાદ પણ ગુમ થયેલ વ્હીલ મળી શક્યું નથી. અધિકારીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે ફ્લાઇટ કરાચીથી ઉડાન ભરી ત્યારે વિમાનના તમામ પૈડા સારી સ્થિતિમાં હતા. પરંતુ જ્યારે પ્લેન લાહોરમાં લેન્ડ થયું ત્યારે લાહોરના એર ટ્રાફિક કંટ્રોલને આ અંગે જાણ કરવામાં આવી હતી. કરાચી એરપોર્ટ પર ટાયરના શેલનો એક ભાગ મળી આવ્યો હતો.

સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કરાચીના રનવે પર કોઈ વિદેશી વસ્તુ સાથે અથડાવાને કારણે આ ઘટના બની હશે. PIA અને CAAના અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે.

(10:14 PM IST)