<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

તમિલનાડુમાં ૧૦૦૦ કરોડનું દારૂ કૌભાંડ

ભાજપે CM સ્‍ટાલિન પર કર્યા પ્રહાર

ચેન્‍નાઇ, તા.૧૫: એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ તમિલનાડુમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના દારૂ કૌભાંડનો દાવો કર્યો છે. EDનું કહેવું છે કે રાજ્‍યમાં દારૂનો એકાધિકાર ધરાવતા સ્‍ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડને દારૂ સપ્‍લાય કરતી ડિસ્‍ટિલરીઓએ દારૂનું મોટું કૌભાંડ આચર્યું છે. તેમણે કહ્‍યું કે ડિસ્‍ટિલરીઓએ બોટલિંગ કંપનીઓ સાથે મળીને, વધારે પડતા ખર્ચ અને બોગસ ખરીદી દ્વારા ૧,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. હવે આ મામલે રાજકારણ પણ તેજ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ મુખ્‍યમંત્રી એમકે સ્‍ટાલિન પર નિશાન સાધ્‍યું છે.

ભાજપે સીએમ સ્‍ટાલિન પર ત્રણ ભાષા નીતિ અને અન્‍ય મુદ્દાઓ અંગે પાયાવિહોણી અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્‍યો. આનાથી રાજ્‍યમાં TASMAC અને દારૂ સપ્‍લાય કરતી કંપનીઓ પર ચાલી રહેલા EDના દરોડા પરથી ધ્‍યાન ભટકશે. જોકે, શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢયા છે.

અમિત માલવિયાએ કહયું, EDના દરોડા પરથી ધ્‍યાન હટાવવાનો પ્રયાસ થઈ રહયો છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્‍ટમાં, ભાજપના નેતા અમિત માલવિયાએ લખ્‍યું, તમિલનાડુના મુખ્‍યમંત્રી એમકે સ્‍ટાલિન ત્રણ ભાષા નીતિ, NEP, સીમાંકન અને બજેટ દસ્‍તાવેજમાંથી રૂપિયાના પ્રતીકને દૂર કરવા અંગે પાયાવિહોણી અફવાઓ ફેલાવી રહયા છે. આમ કરીને, તેઓ TASMAC, દારૂ મંત્રી અને તમિલનાડુમાં દારૂ સપ્‍લાય કરતી કંપનીઓ પર ચાલી રહેલા ચ્‍ઝ દરોડા પરથી લોકોનું ધ્‍યાન હટાવવા માંગે છે.

તપાસ એજન્‍સીએ દાવો કર્યો છે કે આ પૈસા ટાસ્‍મેકના અધિકારીઓને વધુ સપ્‍લાય ઓર્ડર મેળવવા માટે લાંચ તરીકે આપવામાં આવ્‍યા હતા. ED અધિકારીઓએ ૬ માર્ચથી ચાર દિવસ સુધી ટાસ્‍મેકના મુખ્‍યાલય, ડેપો, ડિસ્‍ટિલરી અને SNJ, Kals, Accord, SAIFL, શિવા ડિસ્‍ટિલરી અને ઓછામાં ઓછા બે વ્‍યક્‍તિઓના સંબંધિત કોર્પોરેટ ઓફિસોમાં દરોડા પાડયા હતા.

EDએ ટ્રાન્‍સપોર્ટ ટેન્‍ડર અને બાર લાઇસન્‍સ ટેન્‍ડરમાં છેતરપિંડીના પુરાવા એકત્રિત કર્યા.

ચ્‍ઝએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહયું છે કે દેવી બોટલ્‍સ, ક્રિસ્‍ટલ બોટલ્‍સ અને GLR હોલ્‍ડિંગ જેવી બોટલિંગ કંપનીઓ ડિસ્‍ટિલરીઓને બોટલ સપ્‍લાય કરે છે. આ બિનહિસાબી રોકડ ઇરાદાપૂર્વક વધારીને અને બનાવટી ખર્ચ કરીને એકત્રિત કરવામાં આવી હતી. આનો ઉપયોગ પાછળથી ડિસ્‍ટિલરી દ્વારા ભારે નફો કમાવવા માટે કરવામાં આવ્‍યો. ED એ કહ્‍યું છે કે તેણે ટાસ્‍મેકના ટ્રાન્‍સપોર્ટ ટેન્‍ડર અને બાર લાઇસન્‍સ ટેન્‍ડરમાં અનિયમિતતા અંગે પુરાવા એકઠા કર્યા છે.(૨૩.૨)

(9:45 AM IST)