<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

કેનેડાની સત્તાની ધુરા માર્ક કાર્નીનાં હાથમાં

વડા પ્રધાન તરીકે લીધા શપથ

ઓટાવા,તા.૧૫: માર્ક કાર્નીએ કેનેડાના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા છે અને દેશની સત્તાની ધુરા સંભાળી લીધી છે. બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્‍લેન્‍ડના ભૂતપૂર્વ ગવર્નર કાર્નીના નેતળત્‍વમાં અને ખાસ કરીને અમેરિકા સાથેના બગડી રહેલા સંબંધોની વચ્‍ચે, આને એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવે છે.

માર્ક કાર્નીનું નામ બેંકિંગ અને નાણાકીય જગતમાં એક વિશ્વસનીય નેતા તરીકે જાણીતું છે. તેમણે ૨૦૦૮થી બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે પણ સેવા બજાવી ચૂકયા છે. તે સમયે તેમણે વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન દેશની અર્થવ્‍યવસ્‍થાને સ્‍થિર રાખી હતી. ૨૦૧૩ માં, તેઓ બેંક ઓફ ઈંગ્‍લેન્‍ડના પ્રથમ બિન-બ્રિટિશ ગવર્નર બન્‍યા હતા અને બ્રેક્‍ઝિટની આર્થિક અસરોને ઘટાડવામાં મુખ્‍ય ભૂમિકા ભજવી હતી.

૫૯ વર્ષીય કાર્નીએ અંગ્રેજી અને ફ્રેન્‍ચ બંને ભાષામાં શપથ લીધા હતા. તેમના શપથ ગ્રહણ સમારોહમાં ગવર્નર જનરલ મેરી સાયમન પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્નીને કોઈ રાજકીય અનુભવ નથી, પરંતુ અર્થશાષા અને નાણાકીય બાબતોની તેમની મજબૂત સમજને કારણે તેઓ આ પદ માટે યોગ્‍ય માનવામાં આવે છે. જો કે તેમની સામે સૌથી મોટો પડકાર અમેરિકા-કેનેડા સંબંધોમાં સુધારો કરવાનો રહેશે, જે હાલ ખૂબ વણસ્‍યા છે.

છેલ્લા કેટલાક સમયથી વિવાદોથી ઘેરાયેલા રહેલા કેનેડાના વડા પ્રધાન જસ્‍ટિન ટ્રુડોએ જાન્‍યુઆરી મહિનામાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, હાલ તેઓ કાર્યકારી વડાપ્રધાન છે. પરંતુ હવે કેનેડાને નવા વડાપ્રધાન મળી ગયા છે, લિબરલ પાર્ટીએ સર્વાનુમતે પક્ષના નેતા તરીકે માર્ક કોર્ની પસંદગી કરી હતી. કોર્ની હવે જસ્‍ટિન ટ્રુડોનું સ્‍થાન લેશે.(૪૦.૪)

(9:59 AM IST)