News of Saturday, 15th March 2025
પ્રધાનમંત્રી મોદી 30 માર્ચે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો શેર કરશે : આ માસિક રેડિયો કાર્યક્રમનો 120મો એપિસોડ હશે
લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો ટોલ-ફ્રી નંબર પર આ મહિનાની ૨૮મી તારીખ સુધી મોકલી શકશે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 120મો એપિસોડ હશે.
લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૭૮૦૦ દ્વારા સબમિટ કરી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના વિચારો શેર કરી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની ૨૮મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને NewsOnAir મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે.
તેનું લાઇવ સ્ટ્રીમિંગ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
