તા. ૧૧ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૮, શુક્રવાર
News of Sunday, 16th March 2025
મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહનું નિધન: મેવાડના હતા પૂર્વ રાજવી
ઉદયપુરમાં શોકનું મોજુ : તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. હવે તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધુ

જયપુર: રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજવી અરવિંદ સિંહ મેવાડનું સિટી પેલેસમાં સારવાર દરમિયાન નિધન થયુ છે.
ઇષ્ટ દેવ એકલિંગજી મંદિરના સંરક્ષક હતા.
તેઓ મહારાણા ભાગવતસિંહ મેવાડ અને સુશીલા કુમારી મેવાડના નાના પુત્ર હતા. લાંબા સમયથી તેમની તબિયત સારી નહોતી. તેમના નિધનના કારણે પરિવાર અને ઉદયપુરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તેઓ એચઆરએચ ગ્રુપ ઓફ હોટેલ્સના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર હતા. સાથે જ તેઓ અનેક ટ્રસ્ટના ચેરમેન પણ રહી ચૂક્યા છે. જેમાં મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહારાણા મેવાડ હિસ્ટોરિકલ પ્રકાશ ટ્રસ્ટ અને રાજમાતા ગુલાબ કુંવર ચેરીટેબલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે.
અરવિંદસિંહ મેવાડના નિધન સાથે જ એક યુગનો અંત આવ્યો છે. તેઓ એક વિદ્વાન, કુશળ વહીવટકર્તા અને સામાજિક કાર્યકર હતા. તેની હંમેશા ખોટ સાલશે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
