<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

દેશભરમાં તોળાતું ગંભીર વિજ સંકટ

કાળજાળ ગરમીમાં વિજળીની કારમી અછત થવાના એંધાણ : ગ્રિડ ઓપરેટર્સે આપી ચેતવણીઃ મે-જુનમાં ભયાનક સંકટ

નવી દિલ્‍હી, તા.૧૭: દેશભરમાં તાપમાન મીટર વધવા લાગ્‍યું છે અને ફેબ્રુઆરી-માર્ચમાં જ ગરમી રેકોર્ડ તોડી રહી છે. આવી સ્‍થિતિમાં, જો તમે પણ પંખા, કુલર અને એસીની મદદ લઈ રહ્યા છો, તો તમે મોટી મુશ્‍કેલીમાં મુકાઈ શકો છો. હા, આગામી દિવસોમાં દેશભરમાં ગરમી ચરમસીમાએ રહેશે. જોકે, આની સાથે, બીજી એક મોટી સમસ્‍યા પણ આવી શકે છે, તે છે પાવર કટ. ભારતના ટોચના ગ્રીડ ઓપરેટરે ઉનાળાની ઋતુ દરમિયાન દેશભરમાં વીજળી કાપ અંગે મોટી ચેતવણી જારી કરી છે. આ મુજબ, મે અને જૂનમાં ભારે માંગને કારણે વીજળીની તીવ્ર અછત સર્જાઈ શકે છે અને આ સમય દરમિયાન વીજળી કાપનું જોખમ સૌથી વધુ રહેશે.

નેશનલ લોડ ડિસ્‍પેચ સેન્‍ટર એ તાજેતરમાં વીજ પુરવઠો અને તેના વપરાશ અંગે એક અહેવાલ બહાર પાડ્‍યો છે. આ મુજબ, મે-જૂનમાં દેશમાં વીજળીની માંગ ૧૫ થી ૨૦ ગીગાવોટ સુધી પહોંચી શકે છે. NLDC ના મતે, મે મહિનામાં આ માંગ સૌથી વધુ રહેશે અને આ માંગને પૂરી કરવી અત્‍યંત મુશ્‍કેલ બનશે.

એક અંદાજ મુજબ, મે મહિનામાં સરેરાશ પુરવઠો પ્રાપ્ત ન થાય તેવી શકયતા લગભગ એક તળતીયાંશ છે. જૂન મહિનામાં સંપૂર્ણપણે વીજળી સપ્‍લાય ન થઈ શકે તેવી ૨૦ ટકા શકયતા છે. મે અને જુલાઈમાં માંગ ઘણીવાર પૂરી થતી નથી, માંગ અને પુરવઠા વચ્‍ચે ૧૫ GW થી વધુનું અંતર હોય છે. મે, જૂન, જુલાઈ અને ઓગસ્‍ટ ૨૦૨૫ માં બિન-સૌર કલાકો દરમિયાન અછત થવાની શકયતા વધુ હોય છે. અહેવાલમાં જણાવાયું છે.

NDLC મુજબ, આ ઉનાળામાં ટોચની માંગ ૨૭૦ GW રહેવાની ધારણા છે. જ્‍યારે ગયા વર્ષે વીજળીની માંગ ૨૫૦ GW હતી. NLDC રિપોર્ટ કહે છે કે દેશમાં શકય તેટલી વહેલી તકે નવીનીકરણીય ઉર્જાસ્ત્રોતો સ્‍થાપિત કરવાની જરૂર છે. ત્‍યાં જ લોડ શિફિં્‌ટગ વ્‍યૂહરચના જેવા માંગ-બાજુના કેટલાક પગલાં મદદ કરી શકે છે.

NDLC એ કોલસા આધારિત પ્‍લાન્‍ટની ક્ષમતા વધારવા માટે વીજળી અધિનિયમ ૨૦૦૩ હેઠળ કટોકટી વીજળી લાગુ કરવાનું પણ સૂચન કર્યું છે. એ નોંધનીય છે કે ભારતની બેઝલોડ પાવર ક્ષમતા કોલસા આધારિત પ્‍લાન્‍ટ્‍સ દ્વારા પ્રભુત્‍વ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્‍લાન્‍ટ્‍સની ક્ષમતા સ્‍થિર રહી છે, જેના કારણે તેઓ વધતી માંગને પહોંચી વળવા અસમર્થ રહ્યા છે. પરિણામે, ગ્રીડ કંટ્રોલર ઓફ ઈન્‍ડિયા લિમિટેડ હેઠળના NLDC ને આ વર્ષે મે અને જૂનમાં વીજળીની તીવ્ર અછતની અપેક્ષા છે. (રર.૩)

(11:07 AM IST)