હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. બેથી ત્રણ આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
મળતી માહિતી મુજબ, કુપવાડા જિલ્લાના જચલદરાના ક્રુમ્ભુરા વિસ્તારમાં આતંકવાદીઓની સૂચના પર એસઓજી હંદવાડાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ફરાર થઈ ગયા.
એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ જચલદરાના ક્રુમહુરા ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું
અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ ફસાયેલા હોઈ શકે છે. ભારે ગોળીબાર થયો હતો. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. તે જ સમયે, સુરક્ષા દળોએ નાગરિકોને ઘરની અંદર રહેવા અને એન્કાઉન્ટર સ્થળની નજીક હલનચલન ટાળવાની સલાહ આપી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM