<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

જંતર-મંતર પર મહાધરણા: AIMPLB દ્વારા ઉગ્ર વિરોધ: ઓવૈસીએ કહ્યું- વકફ સુધારા બિલથી અરાજકતા ફેલાશે

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે ચોથો દિવસ: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું :અન્ય ઘણી સંસ્થાઓએ પણ ભાગ લીધો

નવી દિલ્હી :ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) દિલ્હીના જંતર-મંતર ખાતે વકફ (સુધારા) બિલ 2024નો વિરોધ કરી રહ્યું છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના લોકો અને અન્ય લોકો દિલ્હીના જંતર-મંતર ખાતે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024ના વિરોધમાં જોડાયા છે.

    AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વકફ સુધારો બિલ કાયદાના નામે અરાજકતા ફેલાવવાનું અને વકફની સુરક્ષા અને પારદર્શિતાના નામે વકફની સંપત્તિને નષ્ટ કરવા અને કબજે કરવાનું ષડયંત્ર છે. તેથી અમે સરકારને તેની કાર્યવાહી રોકવા અને બિલ પાછું ખેંચવાની માંગ કરીએ છીએ.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અન્ય મુસ્લિમ સંગઠનો વકફ બિલના વિરોધમાં જંતર-મંતર પર રસ્તા પર ઉતરી આવ્યા છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે વક્ફ સંશોધન બિલ ભારતના ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ભારતીય બંધારણની રચના કલમ 12 થી 35 માં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ઉપરાંત, આ બિલ 25 કરોડથી વધુ લઘુમતી નાગરિકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા સમાન છે. એટલે કે, અમે તેને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ અને સરકાર પાસેથી તાત્કાલિક પાછી ખેંચી લેવાની માંગ કરીએ છીએ.

વકફ (સુધારા) બિલ 2024 સામે AIMPLBના વિરોધ અંગે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે કેટલાક લોકો જમીન માફિયાના ઈશારે કઠપૂતળીની જેમ નાચી રહ્યા છે. હું આ સંગઠનોને કહેવા માંગુ છું કે વિરોધના નામે તેમની દુકાનો અને જમીન માફિયાઓ પ્રત્યે પ્રેમ દર્શાવવાને બદલે ગરીબો અને મુસ્લિમોના હિતમાં વિચારવાનો પ્રયાસ કરો. આ જમીન માફિયાઓએ તેમના ચશ્મા ઉતારવા જોઈએ.

(2:23 PM IST)