તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
News of Monday, 17th March 2025
૧ લીટર દૂધના કારણે ૨ લોકોએ ગુમાવ્યા જીવ
બિહારના ભોજપુર જિલ્લામાં એક લિટર દૂધને લઈને બે પક્ષો વચ્ચેનો વિવાદ વધતા નામી અપરાધીઓએ ફાયરિંગ કર્યુ

ભોજપુર, તા.૧૭: બિહારના ભોજપુરમાંથી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે બે પક્ષો વચ્ચે એક લિટર દુધને લઈને આ ઘટના બની હતી. દૂધને લઈને વિવાદ એટલો વધી ગયો કે એક પક્ષ તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. આ દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ પછી, હત્યાનો બદલો લેવા, મળતકના પરિજનોએ પહેલા પક્ષના એક યુવાનને એટલો માર માર્યો કે તે મરી ગયો. આ હિંસક ઝઘડામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, કેસ નોંધીને તપાસ શરૂ કરી.
આ આખો મામલો ભોજપુર જિલ્લાના બધરા પોલીસ સ્ટેશન વિસ્તારના સેમરા ગામનો છે. અહી બે દિવસ પહેલા સેમરા અને બિંદગવા ગામના બે પક્ષો વચ્ચે એક લીટર દૂધ ખરીદવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં એક યુવકની નામી અપરાધીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી તરત જ મળતકના પરિવારજનોએ બદલો લેવા ગોળી મારવાવાળા આરોપી યુવકને એટલો માર માર્યો કે તેનુ પણ મોત થયુ હતુ. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરવામાં છે. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
ભોજપુરના એસપી રાજ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. દરમિયાન, એસપી રાજે કહ્યું કે સ્થળ પરથી એક પિસ્તોલ અને એક રાઈફલ મળી આવી છે, જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ ઘાયલોને સારવાર માટે આરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
