News of Monday, 17th March 2025
ગૌહત્યા મામલે રાજનીતિક પાર્ટી તેમનો ઈરાદો સ્પષ્ટ કરે : શંકરાચાર્ય અવિમુક્તેશ્વર સરસ્વતી આજે ગૌહત્યાના મુદ્દે તમામ રાજનીતિક દળોને મળશે અને તેમનો જવાબ જાણશે
હિન્દુએ પહેલા પોતાને હિન્દુ સમજવા પડશે, ગૌ હત્યાનો વિરોધ કરવો પડશે. હિન્દુ ગૌરક્ષક હોય છે અને તે ગાયની હત્યા થતાં ન જોઈ શકે,જો દેશમાં ગાયની હત્યા થઈ રહી છે તો તેનો અર્થ છે કે હિન્દુ નબળો છે

નવી દિલ્હી તા.૧૭ : શંકરાચાર્ય અવિમુક્તેશ્વર સરસ્વતી આજે ગૌહત્યાના મુદ્દે તમામ રાજનીતિક દળોને મળશે અને તેમનો આ મામલે જવાબ જાણશે. તેમને દિલ્હીમાં આગળ જવાની એન્ટ્રી મળી ગઈ છે. આ કાર્યક્રમ માટે પહેલા તેઓ રામલીલા મેદાનમાં જવાના હતા. પરંતુ તેની સંમતિ ન મળતા હવે તેમણે રાજનીતિક પાર્ટીઓના કાર્યાલયોમાં જવાનો નિર્ણય કર્યો છે.
ગૌહત્યા મામલે રાજનીતિક પાર્ટી તેમનો ઈરાદો સ્પષ્ટ કરે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરે કુંભ મેળામાં તમામ રાજનીતિક દળો પાસેથી ગૌહત્યા મામલે સવાલ પુછ્યો હતો. તેમણે આ મામલે પાર્ટીઓને ઈરાદો સ્પષ્ટ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આજે તેઓ રાજનીતિક દળો પાસેથી તેના જવાબની રાહ જોશે.
દિલ્હીમાં એન્ટ્રી પહેલા શંકરાચાર્યએ રાજનીતિક દળોને જણાવ્યું કે રાજનીતિક દળોએ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ ગૌહત્યાના પક્ષમાં છે કે વિરોધમાં. કે પછી ચુપ રહીને એવો સંકેત આપવા માંગે છે કે 78 વર્ષથી જે થઈ રહ્યું છે. તે જ ચાલતું રહેશે.
દેશમાં ગૌહત્યા થઈ રહી છે તો તેનો અર્થ છે કે હિન્દુ નબળો છે
શંકરાચાર્યેએ કહ્યું હતું કે હિન્દુએ પહેલા પોતાને હિન્દુ સમજવા પડશે, ગૌ હત્યાનો વિરોધ કરવો પડશે. હિન્દુ ગૌરક્ષક હોય છે અને તે ગાયની હત્યા થતાં ન જોઈ શકે. જો દેશમાં ગાયની હત્યા થઈ રહી છે તો તેનો અર્થ છે કે હિન્દુ નબળો છે. એકબાજુ હિન્દુ રાષ્ટ્રની માંગ થઈ રહી છે. પરંતુ જો હિન્દુ રાષ્ટ્ર બન્યા પછી પણ ગૌહત્યા ચાલુ રહેશે તો તેનો કોઈ લાભ નહિ થાય.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
