News of Monday, 17th March 2025
હાથરસની કોલેજમાં પ્રોફેસર રજનીશના મોટા સેક્સ કૌભાંડનો પર્દાફાશ: જુઓ વિડિઓ
ઘણી કોલેજિયન છોકરીઓના ન્યુડ વીડિયો અને ફોટા પોતાના મોબાઈલથી રેકોર્ડ કરીને વેબસાઈટ પર અપલોડ કરતાં હોબાળો:વીડિયોમાં પ્રોફેસર રજનીશ છોકરીઓ સાથે અશ્લિલ હરકતો કરતો જોઈ શકાય છે

યુપીના હાથરસમાં એક પાપી પ્રોફેસરની કામલીલા સામે આવી છે. હાથરસની પીજી બગલા ડિગ્રી કોલેજમાં પાપી પ્રોફેસર રજનીશે ઘણી કોલેજિયન છોકરીઓના ન્યુડ વીડિયો અને ફોટા પોતાના મોબાઈલથી રેકોર્ડ કરીને વેબસાઈટ પર અપલોડ કરતાં હોબાળો મચ્યો હતો. ઘણા બધા વીડિયોમાં પ્રોફેસર રજનીશ છોકરીઓ સાથે અશ્લિલ હરકતો કરતો જોઈ શકાય છે.
પ્રોફેસર રજનીશ વિદ્યાર્થીનીઓને પરીક્ષાના ગુણ વધારવા અને નોકરી મેળવવાનું વચન આપીને છેડતી કરતા હતા. પ્રોફેસરે પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના વીડિયો રેકોર્ડ કર્યા હતા. આરોપી પ્રોફેસર છેલ્લા ઘણા સમયથી છોકરીઓને પોતાને બંગલે અથવા તો ઓફિસમાં બોલાવતો અને ત્યાં તેમની સાથે દરિંદગી કરતો હતો.
આરોપી પ્રોફેસર રજનીશે પોર્ન વેબસાઈટ પર ઘણી છોકરીઓના ન્યુડ વીડિયો અને ફોટા અપલોડ કર્યાં હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
આ ઘટના સામે આવતાં હોબાળો મચ્યો હતો અને પ્રોફેસર રજનીશ ફરાર થયો હતો. જિલ્લા વહીવટીતંત્રે આ મામલાની તપાસ માટે ત્રણ ટીમો બનાવી છે. સર્કલ ઓફિસર યોગેન્દ્ર કૃષ્ણ નારાયણે જણાવ્યું હતું કે પોલીસે 13 માર્ચે પ્રોફેસર રજનીશ વિરુદ્ધ મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવતી એક અનામી ફરિયાદ બાદ એફઆઈઆર નોંધી હતી.
ગયા અઠવાડિયે મહિલા આયોગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને લખેલા પત્રમાં, ફરિયાદીએ જણાવ્યું હતું કે પ્રોફેસર મહિલાઓ સાથે અશ્લીલ કૃત્યો કરે છે, તેમનું શોષણ કરે છે અને તેમના વીડિયો રેકોર્ડ કરે છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેણીએ અગાઉ આ અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
#हाथरस
— Abhimanyu Singh (@Abhimanyu1305) March 16, 2025
👉🏾 छात्राओं को पास कराने व नौकरी दिलाने का लालच देकर शोषण कर रहा था प्रो. रजनीश कुमार।
👉🏾 बताया जा रहा यह क्रम लगभग 20 वर्षों से चल रहा है इस प्रोफेसर ने सैकड़ों छात्राओं को अपने हवस का शिकार बनाया है।
👉🏾 पीड़ित छात्रा ने हाथरस गेट थाने में एफआईआर दर्ज कराया है इस… pic.twitter.com/w3HOIYbi8c
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
