News of Tuesday, 18th March 2025
અક્ષય કુમાર કે શાહરૂખ ખાન નહીં અમિતાભ બચ્ચને ૨૦૨૪-૨૫માં સૌથી વધુ ટેક્સ ભર્યો
અક્ષય કુમારે ૨૦૨૧-૨૨માં ૨૯.૫ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો : શાહરૂખ ખાને ૨૦૨૩-૨૪માં ૯૨ કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો હતો : જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં અમિતાભ બચ્ચને ૧૨૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે

મુંબઇ, તા.૧૮: જ્યારે આપણે સૌથી વધુ કરદાતા અથવા સૌથી વધુ કર ચૂકવતા સેલિબ્રિટી વિશે વાત કરીએ છીએ, ત્યારે સૌથી પહેલું નામ અક્ષય કુમાર અથવા શાહરૂખ ખાનનું આવે છે. કારણ કે ૨૦૨૧-૨૨માં અક્ષયે ૨૯.૫ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. તે જ સમયે, વર્ષ ૨૦૨૩-૨૪માં, શાહરૂખ ખાને ૯૨ કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો હતો. જોકે, આ વર્ષે સૌથી વધુ ટેક્સ ભરવાનો ખિતાબ બોલિવૂડના એક દિગ્ગજ અભિનેતાએ જીત્યો છે.
સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી કોણ છે?
પિંકવિલાના રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચને આ નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૨૪-૨૫માં તેમણે ફિલ્મો, જાહેરાતો અને રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ' હોસ્ટ કરીને કુલ ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેના કારણે તેમણે ૧૨૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડયો છે.
અમિતાભ બચ્ચને હમણાં જ કૌન બનેગા કરોડપતિ (ધ્ગ્ઘ્) ની ૧૬મી સીઝન પૂર્ણ કરી છે. મોટા પડદાની વાત કરીએ તો, તે છેલ્લે તમિલ ફિલ્મ ‘વેટ્ટાઈયાન'માં જોવા મળ્યો હતો, જેમાં તેણે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. હવે ટૂંક સમયમાં તે રિભુ દાસગુપ્તાની કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘સેક્શન ૮૪'માં જોવા મળશે. આ ઉપરાંત અમિતાભ પાસે ‘કલ્કી ૨૮૯૮ એડી' ની સિક્વલ પણ છે જેનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહયા છે. આ ફિલ્મમાં અમિતાભ સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ જોવા મળશે.
ઇન્ડિયા ટીવીના અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચન મે મહિનામાં ‘કલ્કી ૨૮૯૮ એડી'ની સિક્વલનું શૂટિંગ શરૂ કરશે. તેનું શૂટિંગ ૧૫ જૂન સુધી ચાલુ રહેશે અને પછી જુલાઈમાં અમિતાભ 'KBC'ની આગામી સીઝનનું શૂટિંગ શરૂ કરશે.(૨૩.૭)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
