<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ઘાસ કાપવા ગયેલી ૮૦ વર્ષીય વૃદ્ધ મહિલા પર બળાત્‍કાર

બિહારના ગોપાલગંજમાં એક વ્‍યક્‍તિએ તેના બે અન્‍ય મિત્રો સાથે મળીને ક્રૂરતાની બધી હદો વટાવી

ગોપાલગંજ,તા.૧૮: બિહારના ગોપાલગંજમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વ્‍યક્‍તિએ તેના બે અન્‍ય મિત્રો સાથે મળીને ક્રૂરતાની બધી હદો વટાવી દીધી અને ખેતરમાં ઘાસ કાપવા ગયેલી એક વળદ્ધ મહિલા પર બળાત્‍કાર ગુજાર્યો. પરિવારના સભ્‍યોની ફરિયાદના આધારે પોલીસે FIR નોંધી છે અને એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, મેડિકલ તપાસમાં પોલીસ બળાત્‍કારની ઘટનાને નકારી રહી છે.

વાસ્‍તવમાં, આ આખો મામલો બૈકુંઠપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના એક ગામ સાથે સંબંધિત છે. જ્‍યાં શુક્રવારે એક વળદ્ધ મહિલા ઘાસ કાપવા માટે ખેતરમાં ગઈ હતી. આ દરમિયાન, ગામના બીજા સમુદાયનો એક યુવક તેના બે મિત્રો સાથે આવ્‍યો અને વળદ્ધ મહિલા પર બળાત્‍કાર ગુજાર્યા બાદ તેને માર મારીને ભાગી ગયો.

જ્‍યારે વળદ્ધ મહિલા ઘરે પાછી ન ફરતાં પરિવારના સભ્‍યોએ તેની શોધખોળ શરૂ કરી અને તે ખેતરમાં પડેલી મળી આવી. જ્‍યારે મહિલાએ આખી વાત કહી ત્‍યારે પરિવારના સભ્‍યો ચોંકી ગયા. તેમણે તાત્‍કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને તેમને સમગ્ર ઘટનાની જાણ કરી. વળદ્ધ મહિલાના પુત્રની અરજી પર, પોલીસે FIR નોંધી છે અને એક આરોપીની ધરપકડ કરી છે. અન્‍ય આરોપીઓને પકડવા માટે દરોડા ચાલુ છે.

સદર એસડીપીઓ ૨ અભય કુમાર રંજને જણાવ્‍યું કે, બૈકુંઠપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં એક કેસ પ્રકાશમાં આવ્‍યો છે. જેમાં ૭૫ થી ૮૦ વર્ષની મહિલાના પુત્ર દ્વારા સામૂહિક બળાત્‍કાર માટે FIR દાખલ કરવામાં આવી છે, પરંતુ તબીબી તપાસમાં બળાત્‍કારના મામલાને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્‍યો છે. ઝઘડો થયો છે. આ સંદર્ભે એફઆઈઆર નોંધવામાં આવી છે અને મુખ્‍ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.(૪૦.૫)

(10:15 AM IST)