News of Tuesday, 18th March 2025
સસરા સાથે હોળી રમવા લાગી વહુ... સાસુએ નજરે જોતા આખું ઘર માથે લીધું બાદમાં પુત્રવધુએ ઝેર ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું
હોળીના દિવસે ધનવતી દેવીએ સસરાને રંગ લગાવી દીધો તેનાથી સાસુ નારાજ થઈ ગયા

બલિયા,તા.૧૮: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સહતવાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર અંતર્ગત આવતા ત્રિકાલપુર ગામમાં હોળીના દિવસે સાસુની ફટકારથી એક વહુએ જીવન ટૂંકાવી નાખ્યું હતું. તેની જાણ થતાં પરિવારમાં હાહાકાર મચી ગયો. સૂચના મળતા પોલીસ આવી અને લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
કહેવાય છે કે, ત્રિકાલપુર ગામના રહેવાસી અંજની ચૌહાણ મહારાષ્ટ્રમાં પ્રાઈવેટ નોકરી કરે છે. પત્ની ધનવતી દેવી બે બાળકો સાથે ગામડે સાસુ-સસરા એક સાથે રહેતી હતી. હોળીના દિવસે ધનવતી દેવીએ સસરાને રંગ લગાવી દીધો. તેનાથી સાસુ નારાજ થઈ ગયા. આ વાતને લઈને દરરોજ ઝઘડા થતા રહેતા. વહુએ કંટાળીને આખરે જીવન ટૂંકાવી નાખ્યું.
કહેવાય છે કે, હાલત ખરાબ થતાં પરિવારે સારવાર માટે જિલ્લા સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈને ગયા. ત્યાં હાલત ગંભીર થતાં અન્ય હોસ્પિટલમાં ખસેડી. પરિવાર એક ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા, જોકે સારવાર દરમ્યાન વહુનું મોત થઈ ગયું. મોતની સૂચના પિયર પક્ષને મળતા હોસ્પિટલે પહોંચી ગયા. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોંપી દીધી હતી.
સહતવાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિનેશ પાઠકે જણાવ્યું કે, મહિલાના પિયરપક્ષને ફોન પર સૂચના આપી દેવામાં આવી હતી. પોલીસે લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું. ગામ લોકો અને આજુબાજુના લોકો સાથે પૂછપરછ થઈ રહી છે.
જાણવા મળ્યું છે કે હોળીના દિવસે વહુએ સસરાને ગુલાલ લગાવ્યો હતો. આ જોઈ સાસુ નારાજ થઈ ગયા હતા. આ વાતને લઈને વહુને ફટકાર લગાવી હતી. બાદમાં પછી ધીમે ધીમે સસરા અને વહુ વચ્ચે આડા સંબંધો હોવાની વાતો પણ ફેલાતી થઈ. જેને લઈને સાસુ-વહુ વચ્ચે ઝઘડા થતાં રહેતા.
આ વાતથી કંટાળીને વહુએ આખરે જીવનલીલા સંકેલી લેવાનો નિર્ણય લીધો. વહુએ એક દિવસ ઝેરી પદાર્થ ખાઈ લીધો. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ વધારે સ્પષ્ટ થઈ શકશે. અત્યાર સુધી મળતકના પિયર પક્ષ તરફથી કોઈ લેખિતમાં ફરિયાદ મળી નથી
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
