News of Tuesday, 18th March 2025
મોદીએ તુલસી ગબાર્ડને ભેટ આપ્યું મહાકુંભનું પવિત્ર જળ, ભેટમાં મળી તુલસીની માળા

નવી દિલ્હી, તા.૧૮ : ભારતના પ્રવાસે આવેલા અમેરિકાની ગુપ્તચર એજન્સીના ડિરેકટર તુલસી ગબાર્ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ મુલાકાત દરમિયાન તુલસી ગબાર્ડને પ્રયાગરાજના મહાકુંભમાંથી લાવેલું ગંગાજળ ભેટ આપ્યું. મહાકુંભ ૨૦૨૫ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે યોજાયો હતો. મહાકુંભમાં ૬૬ કરોડથી વધુ ભક્તોએ હાજરી આપી હતી. જ્યારે અમેરિકાની ગુપ્તચર એજન્સીના ડિરેકટર તુલસી ગબાર્ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તુલસીની માળા ભેટ આપી હતી. હિન્દુ ધર્મનું પાલન કરતી તુલસી ગબાર્ડે ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઘણીવાર સારા અને મુશ્કેલ બંને સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કળષ્ણના ઉપદેશોમાંથી શક્તિ અને માર્ગદર્શન મેળવે છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
