News of Tuesday, 18th March 2025
ભારત મારા માટે ઘર જેવું ‘ખલીફ રાજ'ના ષડયંત્રને ભારત-અમેરિકા મળીને બનાવશે નિષ્ફળઃ તુલસી ગબાર્ડ

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની સહિત ૨૦ દેશોના ગુપ્તચર એજન્સીઓના વડાઓની આતંકી ગતિવિધીઓ પર સકંજો કસવાની રણનીતિ પર ચર્ચા પછી અમેરિકન ગુપ્તચર વડા તુલસી ગબાર્ડે ભારતીય નેતાઓ સાથે પણ આ દિશામાં મળીને કામ કરવાની શકયતાઓ પર વિચાર-વિમર્શ કર્યો. તુલસી ગબાર્ડે ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈસ્લામીક આતંકવાદના આ ખતરાને હરાવવાની પ્રતિબધ્ધતા પ્રત્યે સ્પષ્ટ છે. આ એક એવો ખતરો છે જેને વડાપ્રધાન મોદી પણ ગંભીરતાથી લઈ રહયા છે. બંને દેશો તેને હરાવવા માટે મળીને કામ કરશે.મીડિયા સાથે ચર્ચા કરતા ગબાર્ડે બાંગ્લાદેશ સહિત દુનિયાના વિભીન્ન ભાગોમાં ‘ઈસ્લામીક ખિલાફત' (ઈસ્લામી ખલિફાનું રાજ)નો મંચ તૈયાર કરવા માટે ચરમપંથી તત્વો અને આતંકીઓ તરફથી થઈ રહેલા નાપાક ષડયંત્રો અંગે પણ વાત કરી. તેમણે આને વૈશ્વિક પેટર્ન ગણાવીને સમજાવ્યું કે ટ્રમ્પ પ્રશાસન કેવી રીતે આ પ્રકારના ખતરા સામે લડવાની પોતાની નીતિઓને પ્રાથમિકતા આપી રહયું છે.કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તુલસી ગબાર્ટ સાથેની બેઠકમાં અમેરિકાની ધરતી પર ભારતીય હિતો વિરૂધ્ધ કામ કરી રહેલા ખાલિસ્તાની ચરમપંથીઓનો મુદ્દો :ઠાવ્યો હતો. તેમણે કથિત ખાલિસ્તાની સંગઠન સિખ ફોર જસ્ટીસની ગતિવિધીઓ પર પણ પ્રકાશ પાડયો. ભારતે અમેરિકન પ્રશાસનને આ ગેરકાયદે સંગઠન વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા કહયું. એ પહેલા ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તુલસી ગબાર્ડ વચ્ચે પણ ચર્ચા થઈ હતી. (રર.૨૬)
ગીતા મને શાંતિ અને ચેન આપે છેઃ ગબાર્ડ
ગર્બો કહયું: હું ભગવદ ગીતામાં અર્જુનને અપાયેલ કૃષ્ણના ઉપદેશો તરફ સૌથી સારા અને સૌથી ખરાબ સમયમાં વળુ છું, કૃષ્ણ પાસેથી પાઠ શીખું છે, જે મને શકિત આપે છે, શાંતિ આપે છે, મને આખો દિવસ બહુ નિરાંત આપે છે.તેમણે કહયું: હું માત્ર એટલું કહેવા માંગુ છું કે મને ભારતનું ઘણું બધું પસંદ છે. જયારે હું અહીં હોઉં છું તો મને કાયમ ઘર જેવું અનુભવાય છે. અહીંના લોકો બહુ સ્વાગત કરનારા અને દયાળુ છે. અહીંનું ભોજન કાયમ સ્વાદીષ્ટ હોય છે. દાલ મખની અને તાજા પનીરની કોઈ પણ વાનગી બહુ સ્વાદીષ્ટ હોય છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
