News of Tuesday, 18th March 2025
ગૂગલ મેપના ભરોસે ચાલતી કાર નદીમાં ખાબકીઃ પાંચ લોકોનો ચમત્કારીક બચાવ
કેરળના થ્રિસુરમાં ખરીદી કરીને પરત ફરતી વખતે બની ઘટના

નવી દિલ્હી, તા.૧૮: આજના ટેકનોજી યુગમાં લોકો સમસ્યાના સમાધાન માટે ગૂગલકને સવાલ પૂછે છે. પરંતુ જરૂરી નથી કે દરેક વખતે આ ગૂગલ સાચો જવાબ આપે. ગૂગલ અને ગૂગલ મેપ્સના મોટા બ્લન્ડર વિશે તો આપણે અનેક વખત વાંચી ચૂકયા છીએ. લોકો પણ જો કોઈ જગ્યાએ કે લોકેશન વિશે જાણવા માટે ગૂગલ મેપ્સ પર આધાર રાખે છે.
રવિવારની રાત્રે, કેરળના ત્રિશૂરમાં, એક માણસની કાર ગૂગલ મેપ્સના નિર્દેશોનું પાલન કરતી વખતે સીધી ગાયત્રી પુઝા નદીમાં પડી ગઈ. સદનસીબે, કારમાં સવાર પરિવારના પાંચેય સભ્યોનો આબાદ બચાવ થયો. પરંતુ આ ઘટના ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતાના જોખમને ઉજાગર કરે છે.
આ અકસ્માત એઝુન્નાલાથુ કદાવુ ડેમ પાસે થયો હતો, જ્યાં કોંડાઝી અને તિરુવિલવામાલા પંચાયતોને જોડતો રસ્તો સમાપ્ત થાય છે. ચેંગોત્તુર, કોટ્ટક્કલ, મલપ્પુરમનો રહેવાસી આ પરિવાર કુથમપુલીથી હેન્ડલૂમ અને અન્ય વસ્તુઓ ખરીદીને ઘરે પરત ફરી રહ્યો હતો. મંથરથોડી વીટીલ બાલકળષ્ણન (૫૭), સદાનંદન, વિશાક્ષી, રુક્મિણી અને કળષ્ણ પ્રસાદ તેમના વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેઓ તિરુવિલ્વમાલા બાજુથી ડેમમાં પ્રવેશ્યા પછી તરત જ રસ્તો ભૂલી ગયા.
કાર રસ્તા પરથી ઉતરી ગઈ અને લગભગ ૩૦ મીટર દૂર નદીમાં પડી ગઈ. આ ઘટનામાં પરિવારના પાંચેય સભ્યોનો ચમત્કારિક બચાવ થયો. જે જગ્યાએ કાર પડી હતી, ત્યાં નદીનું પાણીનું સ્તર માત્ર પાંચ ફૂટ હતું. બીજા વાહનમાં મુસાફરી કરી રહેલા સંબંધીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. તેઓ ફસાયેલા પરિવારના સભ્યોને બચાવવામાં સફળ રહ્યા. પઝાયન્નુર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
