News of Tuesday, 18th March 2025
ભારે કરીઃ પ્રેમિકાને મળવા ગયો તો ગામવાળાએ લગ્ન કરાવી દીધા!

કટિહાર, તા.૧૮: અજબ પ્રેમની એક ગજબ કહાની ચર્ચાનું કેન્દ્ર બની છે. જ્યાં એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર એક યુવતી સાથે દોસ્તી થઈ અને બાદમાં પ્રેમ થઈ ગયો હતો. એક વર્ષ સુધી બંનેએ ઈન્સ્ટાગ્રામ પર વાતચીત ચાલુ રાખી હતી. બાદમાં હોળીના દિવસે યુવક મળવા માટે યુવતીના ગામમાં આવ્યો હતો. યુવતીને મળવા માટે યુવક યુવતીના ઘરમાં ગયો ત્યારે જ ગ્રામજનોને ખબર પડી ગઈ અને બંનેને પકડી લીધા હતા. બાદમાં ગામના જ મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધા હતા. ઘટના બિહારના કટિહારની છે. જ્યાં ગ્રામજનોએ આ યુગલ આગળની જિંદગી સુખરૂપ જીવી શકે એ માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
