<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

સોનુ 91 હજાર, ચાંદી 1 લાખને પાર પહોંચી : રોકાણકારોએ : ઊંચા ભાવે ખરીદી કરાય કે નહીં ?: જાણો નિષ્ણાતો શું કહે છે

US ફેડરલ રિઝર્વ દ્વારા મહત્વના પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા વચ્ચે આ કિંમતી ધાતુઓની કિંમતમાં અસાધારણ તેજી

નવી દિલ્હી :વિશ્વબજારોમાં સોનાના ઔંસદીઠ ભાવ 3,000 ડોલરની સપાટી કુદાવી ગયા છે અને ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1 લાખને પાર થઈ ગયો છે. વૈશ્વિક બજારોમાં વ્યાપારને લઈ જે ચિંતાનો માહોલ પ્રવર્તિ રહ્યો છે, US ડોલરના મૂલ્યમાં ધોવાણ થયું રહ્યું છે અને US ફેડરલ રિઝર્વ દ્વારા મહત્વના પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા વચ્ચે આ કિંમતી ધાતુઓની કિંમતમાં અસાધારણ તેજી જોવા મળી રહી છે.

હવે જ્યારે આટલી ઊંચી કિંમત પર સોનુ અને ચાંદી પહોંચ્યું છે ત્યારે બજારના નિષ્ણાતો રોકાણકારોને દરેક ઘટાડાની સ્થિતિમાં ધીમે ધીમે ખરીદીને જાળવી રાખવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે વૈશ્વિક આર્થિક અસ્થિરતાને જોતા જો આ કિંમતી ધાતુમાં કોઈ ઘટાડો આવશે તો તે હંગામી ધોરણે હોઈ શકે છે.

સોના અને ચાંદીની કિંમતમાં તેજી આંશિક પ્રમાણમાં ડોલરના મૂલ્યમાં નબળાઈને લીધે આવી છે. આ ઉપરાંત આ ડોલરમાં ઘટાડાની સ્થિતિ જર્મનીની રાજકોષિય પ્રોત્સાહનો એટલે કે સ્ટીમ્યુલસથી પણ પ્રભાવિત છે. અમેરિકામાં ફુગાવો ધીમો પડતા અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને લઈ જે ચિંતા પ્રવર્તિ રહી છે તેને લીધે સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે.

આ ઉપરાંત ચીન સહિત વિશ્વના કેટલાક દેશો સોનાની વ્યાપક પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે, જેની વૈશ્વિક બજારોમાં સોનાની કિંમત પર અસર જોવા મળી રહી છે.

રોકાણકારોએ બજારમાં ઉપલબ્ધ રોકાણના વિવિધ સાધનો એટલે કે ઈન્સ્ટ્રુમેન્ટને લઈ પોતાના પોર્ટફોલિયોને ડાઈવર્સિફાઈડ એટલે કે વૈવિધ્યસભર કરવો જોઈએ. સોનુ અને ચાંદી હંમેશા સુરક્ષિત રોકાણ વિકલ્પ હોવાથી તેનો પણ નોંધપાત્ર પ્રમાણમાં સમાવેશ કરવો જોઈએ.

વર્તમાન સમયમાં સોનામાં ખરીદી માટે વિચાર કરવા પ્રેરણા આપતી બાબતોમાં ફુગાવો તથા આર્થિક માહોલમાં જે અનિશ્ચિતતા છે તેનાથી સુરક્ષા મેળવવાનો છે. રોકાણકારો લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને સોનામાં ખરીદીને લઈ આશાવાદી છે.

(6:56 PM IST)