<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

દિલ્હીની ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રીએ ભાંગરો વાટ્યો: બિસ્કિટ કંપની માટે અશ્લિલ નામ મંજૂર કર્યું .ભૂલનું ભાન થતાં પલટી મારી

પરીક્ષકે દલીલ કરી હતી કે આ શબ્દ એક અલગ ઓળખ બનાવે છે અને અન્ય ટ્રેડમાર્કથી અલગ છે. વધુમાં, તે કોઈ ચોક્કસ ઉત્પાદનનો સીધો ઉલ્લેખ કરતું ન હતું

નવી દિલ્હી : દિલ્હીની ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રીએ એક મોટો ભાંગરો વાટતાં બિસ્કિટ કંપની માટે 'ચુતિયારામ' નામ મંજૂર રાખ્યું હતું. કંપનીએ તેની ચીજવસ્તુઓ માટે ચુતિયારામ નામે નામ નોંધાવ્યું હતું અને શરુઆતમાં આ અશ્લિલ નામને મંજૂરી પણ પણ મળી ગઈ હતી.

   ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રીએ પહેલા તો આ નામને પરમિશન આપી હતી પરંતુ ભૂલનું ભાન થતાં તેણે મંજૂરી પાછી ખેંચી હતી અને પછી મોડે મોડે ખબર પડતાં તેણે તાબડતોબ એક્શન લઈન તેનું રજિસ્ટ્રેશન રદ કરી નાખ્યું હતું.

  જ્યારે આ ટ્રેડમાર્ક પહેલીવાર સ્વીકારવામાં આવ્યો, ત્યારે પરીક્ષકે તેને બે અલગ અલગ શબ્દો 'છુટી' અને 'રામ'નું સંયોજન માન્યું. તેમણે દલીલ કરી હતી કે આ શબ્દ એક અલગ ઓળખ બનાવે છે અને અન્ય ટ્રેડમાર્કથી અલગ છે. વધુમાં, તે કોઈ ચોક્કસ ઉત્પાદનનો સીધો ઉલ્લેખ કરતું ન હતું, તેથી કલમ 9(1) હેઠળ કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો. 

 જોકે, નિષ્ણાતો માનતા હતા કે આ શબ્દની કલમ 9(2)(c) હેઠળ તપાસ થવી જોઈતી હતી. આ કલમ એવા ટ્રેડમાર્ક્સને પ્રતિબંધિત કરે છે જે કોઈપણ રીતે અશ્લીલ, અપમાનજનક અથવા જાહેર નૈતિકતાની વિરુદ્ધ હોય. આ જ કારણ હતું કે પાછળથી તેને વાંધાજનક ગણવામાં આવ્યું અને તેની મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી

(11:22 PM IST)