<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

વિવાદ યુપી પહોંચ્યો :ઔરંગઝેબની કબર તોડનારાઓને 5 વિઘા જમીન અને 11 લાખ રૂપિયા આપવાની જાહેરાત

શિવસેનાના કાર્યકરોએ પીએમ પાસે જેહાદીઓની ભારતીય નાગરિકતા રદ કરવાની કરી માંગ

મરાઠા શાસક સંભાજી અને મુઘલ સમ્રાટ ઔરંગઝેબ પર આધારિત ફિલ્મ 'છાવા' રિલીઝ થયા પછી ઔરંગઝેબની કબર તોડી પાડવાની માંગ વધુ તીવ્ર બની હતી. ભાજપ અને હિન્દુ સંગઠનોના ઘણા નેતાઓએ ઔરંગઝેબની કબર પર હિન્દુ મહાપુરુષોની પ્રતિમાઓ સ્થાપિત કરવાની માંગ કરી હતી. દરમિયાન સોમવાર 17 માર્ચની રાત્રે ઔરંગઝેબ પરના વિવાદને લઈને નાગપુરમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં આ વિવાદનો હિન્દુ સંગઠનોના લોકોએ વિરોધ કર્યો છે. તેમજ ઔરંગઝેબની કબર તોડનારાઓને 5 વિઘા જમીન અને 11 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

હકીકતમાં હિન્દુ સંગઠન શિવસેના સાથે સંકળાયેલા લોકોએ આજે 18 માર્ચે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં નાગપુર હિંસાનો વિરોધ કર્યો છે. વિરોધ કરતી વખતે શિવસેના સાથે જોડાયેલા લોકોએ મુસ્લિમ વિરોધી નારા પણ લગાવ્યા હતા. તેમજ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના મકબરાને તોડી પાડનારને 5 વિઘા જમીન અને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હિન્દુત્વ સંગઠન શિવસેનાના જિલ્લા પ્રમુખ બિટ્ટુ શીખેડા સાથે સેંકડો કાર્યકરો જિલ્લા મુખ્યાલય પહોંચ્યા અને પ્રધાનમંત્રીના નામે ડીએમને એક મેમોરેન્ડમ સોંપ્યું હતું. આ મેમોરેન્ડમમાં માંગ કરવામાં આવી છે કે મુઘલ શાસક ઔરંગઝેબ સહિત તમામ વિદેશી શાસકોની કબરો અને તેમના નામે બનેલા રસ્તાઓ અને સ્મારકોના નામ બદલવામાં આવે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાના કાર્યકરોએ મુઝફ્ફરનગર જિલ્લા મુખ્યાલય પાસે નાગપુર હિંસાનો વિરોધ કર્યો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મુસ્લિમ સમુદાય વિરુદ્ધ ઘણા વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં નારા લગાવવામાં આવ્યા હતા કે, 'આ ન તો મુલ્લાનો દેશ છે કે ન તો કાઝીનો, આ વીર શિવાજીનો દેશ છે.'

શિવસેનાના કાર્યકરોએ વડા પ્રધાન પાસે માંગ કરી છે કે નાગપુર ઘટનાના તમામ ગુનેગારો અને ઔરંગઝેબને ટેકો આપતા તમામ જેહાદીઓની ભારતીય નાગરિકતા રદ કરવા અને તેમના પર NSA લગાવવા અને તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશ મોકલવા કહ્યું છે.

(12:03 AM IST)