News of Saturday, 22nd March 2025
ઈરાનના પરમાણુ પ્લાન્ટની નજીક 5 ને 4.5 ની તિવ્રતાના ભૂકંપના આંચકા
ભૂકંપના આ આંચકાએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી

ઈરાનના નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટની નજીક 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આ આંચકાએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે. આ ભૂકંપ નાતાન્ઝથી 26 કિમી દૂર આવ્યો હતો અને તેના થોડાક જ કલાકો બાદ 4.5ની તીવ્રતાનો ભૂકંપનો બીજો આંચકો પણ અનુભવાયો હતો. આ ઘટના ઈરાનના પરમાણુ કાર્યક્રમની શક્યતાઓ પર પણ સવાલો ઉભા કરી રહી છે. જો કે અમેરિકા અને ઈઝરાયેલ આ મામલે બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
