<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

પાકિસ્‍તાનમાં નકલી ચાઈનીઝ કોલ સેન્‍ટરમાં લૂંટફાટ

લોકો લેપટોપ લઈ ભાગ્‍યાઃ પોલીસના દરોડા બાદ લૂંટનો માહોલઃ પાકિસ્‍તાનની હાલની આર્થિક તંગી અને અરાજકતા ઉજાગર થઈ

 

નવી દિલ્‍હીઃ પાકિસ્‍તાનની રાજધાની ઈસ્‍લામાબાદમાં એક નકલી ચાઈનીઝ કોલ સેન્‍ટર પર પોલીસે દરોડા પાડ્‍યા બાદ સ્‍થાનિક લોકોએ ત્‍યાં મોટા પાયે લૂંટફાટ મચાવી હતી. રમઝાનના પવિત્ર મહિનામાં બનેલી આ ઘટનામાં લોકો હાથમાં આવે તે લઈને ભાગતા જોવા મળ્‍યા. આ ઘટનાએ પાકિસ્‍તાનની હાલની આર્થિક તંગી અને અરાજકતાને ઉજાગર કરી છે.

ઈસ્‍લામાબાદના એક વિસ્‍તારમાં આવેલું આ કોલ સેન્‍ટર ચાઈનીઝ નાગરિકો દ્વારા ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડા પાડીને અનેક લોકોની ધરપકડ કરી, પરંતુ આ સમાચાર ફેલાતાં જ સ્‍થાનિક લોકોનું ટોળું ત્‍યાં પહોંચી ગયું. ટોળાએ કોલ સેન્‍ટરમાં ઘૂસીને લેપટોપ, ફર્નિચર અને અન્‍ય કીમતી સામાન લૂંટી લીધો.

પોલીસની હાજરી છતાં લોકો બેફામ બનીને લૂંટફાટમાં જોડાયા હતા. કેટલાક લોકો લેપટોપ લઈને ભાગતા હતા, તો કેટલાકે ઓફિસના દરવાજા-બારીઓ તોડી નાખ્‍યા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લોકોની ભીડ અરાજકતા મચાવતી જોવા મળે છે.

પાકિસ્‍તાનની આર્થિક સ્‍થિતિનો પડઘો, પાકિસ્‍તાનમાં ગરીબી અને બેરોજગારી ચરમસીમાએ, મોંઘવારીથી પરેશાન લોકોમાં અસંતોષ, ગેરકાયદેસર પ્રવળત્તિઓ અને લૂંટફાટની ઘટનાઓમાં વધારો. આ ઘટના દેશની કાયદો અને વ્‍યવસ્‍થાની નબળી સ્‍થિતિ દર્શાવે છે. પાકિસ્‍તાનની હાલની આર્થિક તંગી અને અરાજકતાને ઉજાગર ઘટનાએ સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ચર્ચા જગાવી છે.  પાકિસ્‍તાન સરકાર હજુ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં નિષ્‍ફળ રહી છે, જ્‍યારે પોલીસે લૂંટારાઓને પકડવા તપાસ શરૂ કરી હોવાનું જણાવ્‍યું છે.

(11:24 AM IST)