News of Saturday, 22nd March 2025
રાજસ્થાનના દૌસામાં એક પૂજારીએ બીજા પૂજારીની ચાકુ મારીને હત્યા કરી નાખી
મંદિરમાં વર્ચસ્વને લઈને બે પૂજારીઓ વચ્ચે ઝઘડો થયો :સાંજે આરતી દરમિયાન બંનેએ એકબીજા પર હુમલો કર્યો

રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે સાંજની આરતી દરમિયાન એક મંદિરના પૂજારીને અન્ય પૂજારી દ્વારા કથિત રીતે છરી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શ્રી કૃષ્ણ મીનાએ જણાવ્યું કે મંદિરમાં વર્ચસ્વને લઈને બે પૂજારીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને શુક્રવારે સાંજે આરતી દરમિયાન બંનેએ એકબીજા પર હુમલો કર્યો હતો જેમાં એક પૂજારીનું મોત થયું હતું.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
