News of Saturday, 22nd March 2025
હરિયાણામાં એસી કોમ્પ્રેસર ફાટવાથી ઘરમાં જોરદાર વિસ્ફોટ: એક જ પરિવારના 4 સભ્યોના કરૂણમોત
ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં એક ઘરમાં એસી કોમ્પ્રેસર ફાટ્યો:ત્રણ બાળકો અને એક મહિલાનું મોત : એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો

હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં એક ઘરમાં એસી કોમ્પ્રેસર ફાટ્યો છે. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. બધા મૃતકો એક જ પરિવારના હતા. આ વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, બહાદુરગઢ શહેરના સેક્ટર-9 પોલીસ સ્ટેશન નજીક એક ઘરમાં એસી કોમ્પ્રેસર ફાટવાથી થયેલા વિસ્ફોટમાં 3 બાળકો અને એક મહિલાનું દુઃખદ મોત થયું હતું, જ્યારે એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
વડોદરા શહેરમાં શનિવારે સવારે એક સાત માળની રહેણાંક બિલ્ડીંગમાં અચાનક આગ લાગી હતી. આ આગની ઘટનામાં 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે એક વ્યક્તિ તેના પલંગ પર સૂતો હતો, તે દરમિયાન આગ લાગી ગઈ. આગ એસીમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
