<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ૫૦

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધીઃ- ૫૦: ‘‘કામ-આલિંગન વગર એવા મિલનનું સ્‍મરણ કરીને પણ રૂપાંતરણ થશે''

એકવાર તમે એને જાણી તો પ્રેમ-પાત્ર કે સાથીની જરૂર જ નથી. ત્‍યારે તેમ કૃત્‍યનું સ્‍મરણ કરીને એમાં પ્રવેશ કરી શકો છો. પરંતુ પહેલા એવા ભાવનું હોવા જરૂરી છે. જો  ભાવથી જાણકાર હોવ તો સાથીના વગર પણ કૃત્‍યમાં પ્રવેશ કરી શકો છો. આ વિધિનો પ્રયોગ કરતા સમયે આંખો બંધ રાખવી સારૂ છે. તો જ વર્તુળનો આંતરિક ભાવ, એકતાનો આંતરિક ભાવ ઘટી શકે છે. પછી અનેું સ્‍મરણ કરો. આંખો બંધ કરી લો અને એવી રીતે સુઇ જાઓ કે તમે પોતાના સાથી સાથે સુઇ રહ્યાં છો. સ્‍મરણ કરો અને ભાવ કરો. તમારૂ શરીર કંપવા લાગશે, તરંગિત થવા લાગશે અને એમ થવા દો, એ ભુલી જાવ કે  બીજા નથી. એવી ગતિ કરો કે જાણે બીજો હાજર છે. શરૂઆતમાં કલ્‍પનાથી કામ લેવું પડશે. એક વખત જાણી ગયા કે આ કલ્‍પના નથી, હકિકત છે ત્‍યારે બીજો હાજર છે.એવી રીતે ગતિ કરો કે જાણે ખરેખર સંભોગમાં ઉતરી રહ્યા છો અને તે બધું કરો કે જે તમારા પ્રેમપાત્ર સાથે કરતા હોત. બુમો પાડો, ડોલો, ધ્રુજો. જલ્‍દીથી વર્તુળ ઘટી જશે. અને આ વર્તુળ ઘટી જશે અને આ વર્તુળ અદભૂત છે તમને જલદીથી અનુભવ થશે  કે વર્તુળ થઇ ગયું પરંતુ એ વર્તુળ સ્‍ત્રી-પુરૂષથી નથી બન્‍યું જો તમે પુરૂષ છો તો આખું બ્રહ્માંડ  સ્‍ત્રી બની ગયું હવે તમે પોતે અસ્‍તિત્‍વ સાથે પ્રગાઢ મિલનમાં છો અને એના માટે બીજો દરવાજાની જેમ હવે નથી. 

 - રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:42 AM IST)