<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

કર્ણાટકના એક મંદિરમાં ભક્‍તોએ કર્યુ અધધધ દાન કે ગણતરી માટે ૧૦૦થી વધુ પૂજારીને બેસાડવા પડયા

દાનનો ઉપયોગ મંદિરની જાળવણી, ગરીબોને મદદ કરવા અને ધાર્મિક ઉત્‍સવો અને ભંડારાઓનું આયોજન કરવા માટે થાય છે

બેંગલુરુઃ તા. ર૪: કર્ણાટકનું એક મંદિર હાલ ચર્ચાનું કેન્‍દ્ર છે. ચર્ચાનું કેન્‍દ્ર બનવાનું કારણ છે આ મંદિરને મળેલું દાન. રાયચુરના એક મંદિરમાં કુલ ૩,૪૮,૬૯,૬૨૧ રૂપિયા રોકડા, ૩૨ ગ્રામ સોનું અને ૧.૨૪ કિલો ચાંદીનું દાન કરવામાં આવ્‍યું હતું. આ મંદિરને લગતો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, સો કરતાં વધુ પૂજારીઓ રાઘવેન્‍દ્ર સ્‍વામી મઠને આપેલા દાનની રકમ ગણતા જોવા મળે છે.

છેલ્લા ૩૦ દિવસમાં

કરવામાં આવ્‍યું દાન

મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં રાઘવેન્‍દ્ર સ્‍વામી મઠમાં સો કરતાં વધારે પૂજારી દાનની રકમ ગણતા જોવા મળી રહ્યા છે. ૧૬મી સદીના સંત રાઘવેન્‍દ્ર સ્‍વામીની જન્‍મજયંતિ ઉજવવા માટે લાખો ભક્‍તોએ મંદિરની મુલાકાત લીધી હોવાથી છેલ્લા ૩૦ દિવસમાં મંદિરમાં આ દાન આપવામાં આવ્‍યું હતું.

કઈ રીતે મળ્‍યું આટલું દાન?

મળી રહેલી વિગતો અનુસાર ૧૬મી સદીના સંત રાઘવેન્‍દ્ર સ્‍વામીની જન્‍મજયંતિની ઉજવણી નિમિતે મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ આવ્‍યા હતા અને તેના કારણે ૩૦ દિવસમાં આપવામાં ચઢાવા તરીકે આ પૈસા એકઠા થયા હોવાનું કહે      વાય છે.

ગયા વર્ષે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્‍ની અક્ષતા મૂર્તિએ પણ બેંગલુરુમાં રાઘવેન્‍દ્ર સ્‍વામી મઠની મુલાકાત લીધી હતી. ઇન્‍ફોસિસના સહ-સ્‍થાપક નારાયણ મૂર્તિ અને રાજ્‍યસભા સભ્‍ય સુધા મૂર્તિએ તેમની પુત્રી અને જમાઈ સાથે મઠની મુલાકાત લીધી હતી.

રાઘવેન્‍દ્ર સ્‍વામી મઠમાં મળેલા દાનનો ઉપયોગ મંદિરની જાળવણી, ગરીબોને મદદ કરવા અને ધાર્મિક ઉત્‍સવો અને ભંડારાઓનું આયોજન કરવા માટે થાય છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ દાનની રકમ ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યોમાં મદદરૂપ થશે. આ સમાચાર સામે આવ્‍યા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે.(૬.પ)

(11:05 AM IST)