News of Monday, 24th March 2025
ભારતના સામાજીક બંધનો બહુ ઉચ્ચ છેઃ શ્રી શ્રી રવિશંકર
હેપીનેસ ઈન્ડેક્ષ વાસ્તવિકતાને પ્રતિબિંબિત નથી કરતો

નવી દિલ્હીઃ આધ્યાત્મિક નેતા શ્રી શ્રી રવિશંકરે ૨૦૨૫ના વર્ષ હેપીનેસ ઈન્ડેકામાં ભારતના ૧૧૮માં નંબર પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે દેશ તેના મજબૂત સામાજીક બંધનો, સહયોગ અને માનવીય મૂલ્યોના કારણે ઘણું ઉંચુ સ્થાન મેળવવા હકદાર છે.
રવિશંકરે રેકીંગની ટીકા કરતા કહ્યું કે ભારત ૧૧૮માં ક્રમે છે, સંઘર્ષગ્રસ્ત દેશો કરતા પણ પાછળ અને સંઘર્ષ ગ્રસ્ત વિસ્તારીમાં વધુ બંધન હોવાનો તર્ક ગમે તે હોય, ફક્ત બંધન જ પૂરતુ નથી.
ભારતીય સમાજની મજબુત સામુદાયિક ભાવના પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, ‘‘મેં આખી દુનિયામાં પ્રવાસ કર્યો છે. અને મેં જોયું છે કે ભારતમાં માનવીય મૂલ્યો ઘણા ઉંચા છે, કરૂણા મહેમાનો સુધી પહોંચવાની રીત અને લોકો તેમના સંસાધનોને કેવી રીતે વહેંચે છે તે બહુ અદભૂત છે. જો તમારા પરિવારને કંઈ થયું હોય તો આખું ગામ તેની મદદે આવે એ પ્રકારનું સામાજીક બંધન બહુ ઉચ્ચ છે. આ બાબત દેશમાં સમસ્યાઓ છે પણ છે. છેલ્લા દાયકામાં ઘણો સુધારો થયો છે. ગરીબી સુખ અને દુઃખ સાથે ન જોડાયેલી.''
ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાનમાં ચાલી રહેલા માનવાધિકાર મુદ્ાઓ છતાં પાકિસ્તાન ભારતથી આગળ ૧૦૯માં ક્રમે છે. જે આ હેપીનેસ ઈન્ડેલ બાબતે ખરેખર શંકા ઉપજાવે છે
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
