<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

બાળકને સ્‍ટ્રોલરમાં બેસાડીને ૨૫૦ કિ.મી.ની પદયાત્રા

હાથમાં ધજા અને ભજન કરતા કરતા શ્રધ્‍ધાળુઓ જઇ રહ્યા છે કૈલા દેવીના દર્શને

આગ્રાઃ સવારના ૮.૩૦ વાગી રહ્યા છે. સમય વધવાની સાથે સૂર્યના  કિરણો પોતાનો કોપ વધારવા વધવા લાગી છે. રસ્‍તા પર ખુલ્લા પગે, મુખમાં જય માતાદીના નારા સાથે ભકતોનો સંઘ આગળ વધી રહ્યો છે. જગ્‍યાએ જગ્‍યાએ ભકતોની ખાણી પીણી માટે લાગેલા સ્‍ટોલમાં ‘‘બિગડી મેરી બના દે, જો મેરી મૈયા'' ભજનો ચાલી રહ્યા છે.માથા પર લાલ ચુંદડી બાંધી, હાથમાં માતાની ધજા સાથે નાના નાના બાળકો પોતાના માતા-પિતાને હાથ પકડીને પગલા ભરી રહ્યા છે. આ દ્રષ્‍ય છે નુનિહાઇ રોડનું રોડ પર રાજસ્‍થાનના કરૌલી ગામના કૈલાદેવી ભવન જનારા ભકતોની ભીડ બહુ લાંબી છે.

ચૈત્રી નવરાત્રી શરૂ થવાનો થોડા દિવસ રહ્યા છે ત્‍યારે દેવી મંદિરોમાં સજાવટનું કામ શરૂ થઇ ગયું છે. તો સાથે માતા કૈલાદેવીના દર્શને જનારા શ્રધ્‍ધાળુઓ પણ કરૌલી જવા પગપાળા નિકળી ચૂકયા છે. પગપાળા યાત્રામાં પુરૂષો જ નહીં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. માતા રાનીના જયકાર બોલાવતા શ્રધ્‍ધાળુઓની ભીડ કરૌલી તરફ આગળ વધી રહી છે.

શ્રધ્‍ધાળુઓ માટે લોકોએ પણ ખાસ વ્‍યવસ્‍થાઓ કરી છે. નુન્‍વ્‍હિાઇ રોડ ઉપરાંત યમુના કિનારા રોડથી માંડીને ફતેહપુર સિક્રી રોડ ઠેર ઠેર ભંડારા કરાયા છે. જયાં માતાની ઝાંખી સજાવીને પદયાત્રીઓના વિશ્રામ, નાસ્‍તા પાણીની વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે.

(4:17 PM IST)