News of Monday, 24th March 2025
ફોકસવેગનનું ૧.૪ અબજ ડોલરનું કર બિલ રદ કરવું: આપત્તિજનક
કેન્દ્ર સરકાર મુંબઇની કોર્ટમાં રજુઆત કરી

નવી દિલ્હીઃ તા. ૨૪: કાર નિર્માતા કંપની ફોકસવેનનું ૧.૪ અબજનું અબજનુ઼ કર માંગનું બીલ રદ કરવાથી આપત્તિજનક પરિણામોલ આવશે અને તેનાથી કંપનીને માહિતી છૂપાવવામાં અને પૂછપરછોમાં વિલંબ કરવા માટે પ્રોત્સાહન મળશે એમ ભારત સરકારે મુંબઇને એક કોર્ટમાં પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું. નોંધનીય કે આજે આ કેસની સુનવણી થનાર છે. આયાત જકાત સંબંધિત ભારતની સોૈથી ઊંચી માંગ ફોકસવેગનના શિપમેન્ટની ૧૨ વર્ષ સુધીની સ્ક્રુટીની બાદ બહાર આવી છે અને તેના લીધે વિદેશી રોકાણકારોની લંબાણપૂર્વકની તપાસની દહેશતને વેગ આપ્યો છે. ઓટો ઉત્પાદકે આ ઘટનાને ભારતીય કારોબાર માટે જીવન અને મૃત્યુની બાબત ગણાવી છે અને તે હાલમાં મુંબઇના કોર્ટમાં કર ઓથોરિટી સામે લડી રહી છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
