તા. ૭ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૦ શુક્રવાર
News of Monday, 24th March 2025
મધ્ય પ્રદેશના આ ગામમાં જન્મદિવસ પર કેક નહીં: તરબૂચ, સક્કરટેટી અને પપૈયું કપાય છે
અહીં જન્મદિવસની પાર્ટીઓ નથી થતી એવું નથી, પણ જરાક જુદી રીતે થાય છે

બુરહાનપુર, તા.૨૪: બર્થ-ડેની ઉજવણીમાં કેક કાપવાની પશ્ચિમી રસમ આપણે ત્યાં ઘરે-ઘરે આવી ગઈ છે. જોકે મધ્ય પ્રદેશના બુરહાનપુર પાસે આવેલું ખામણી ગામ થોડુંક જુદું પડે છે. અહીં જન્મદિવસની પાર્ટીઓ નથી થતી એવું નથી, પણ જરાક જુદી રીતે થાય છે. ખાસ કરીને છેલ્લાં પાંચ વર્ષથી એક નવી પ્રથા પડી છે ફળ કાપીને જન્મદિવસ ઊજવવાની. ગામના વડીલોએ આ નવો ચીલો ચાતર્યો છે. પહેલાં અહીં વડીલોમાં ખાસ જન્મદિવસ મનાવવાનું બહુ ચલણ નહોતું, પણ હવે લોકો એકબીજાને ત્યાં શુભેચ્છા આપવા જાય છે અને એ વખતે ફળ કાપે છે. ફળ પણ મોટા ભાગે મોટું હોય છે. આ વિસ્તારમાં તરબૂચ, પપૈયાં અને સક્કરટેટી જેવાં મોટાં ફળો સારીએવી માત્રામાં થાય છે. એટલે જેવી સીઝન એ મુજબ ફળ કાપવાની રસમ થાય અને જેમ કેક ખવડાવો એમ જ ફળની ચીરીઓ એકમેકને ખવડાવાય. છેને હેલ્ધી અને મજાનો વિકલ્પ?
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
