News of Tuesday, 25th March 2025
ટ્રમ્પના ટેરિફનો ઉકેલ શોધવા માટે અમેરિકન ટીમ ભારત આવી
કાલથી મહત્વપૂર્ણ બેઠક શરૂ થશેઃ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર આયાત ડયુટી વધારવાની ધમકી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું : યુએસ ટીમનો ધ્યેય પરસ્પર વેપાર મુદ્દાઓ ઉકેલવાનો અને ટેરિફ વિવાદો ઘટાડવાનો છે

નવી દિલ્હી,તા.૨૫: ભારત પર ટેરિફ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ૨ એપ્રિલની સમયમર્યાદા પહેલા એક અમેરિકન ટીમ ભારત પહોંચી ગઈ છે. આ ટીમ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારતીય અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે. આ બેઠક બુધવાર, ૨૬ માર્ચથી શરૂ થવાની છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં વેપાર કરારના પહેલા ભાગને પૂર્ણ કરવા અંગે બંને દેશો વચ્ચે ચર્ચા થશે. ટ્રમ્પે તાજેતરમાં ભારત પર આયાત ડ્યુટી વધારવાની ધમકી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. યુએસ ટીમનો ધ્યેય પરસ્પર વેપાર મુદ્દાઓ ઉકેલવાનો અને ટેરિફ વિવાદો ઘટાડવાનો છે.
અહેવાલ મુજબ, આ વાટાઘાટોમાં કરારનું માળખું અને સમયમર્યાદા નક્કી કરવામાં આવશે, જેનો અમલ બે તબક્કામાં થવાની સંભાવના છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ના દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોના સહાયક પ્રતિનિધિ બ્રેન્ડન લિંચના નેતળત્વમાં એક ટીમ ભારતના વાણિજ્ય વિભાગના અધિક સચિવ રાજેશ અગ્રવાલને મળશે. આ વાટાઘાટોનો ઉદ્દેશ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનો છે.
જોકે વાટાઘાટો હજુ શરૂઆતના તબક્કામાં છે, પરંતુ પ્રથમ તબક્કામાં બંને દેશો દ્વારા ટેરિફ ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય બજારમાં લક્ઝરી કાર, ઇલેક્ટ્રિક વાહનો, વ્હિસ્કી અને કળષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. આ અઠવાડિયાના અંત સુધીમાં, જ્યારે ત્રણ દિવસની વાટાઘાટો પૂર્ણ થશે, ત્યારે વધુ સ્પષ્ટતા બહાર આવવાની અપેક્ષા છે. ટ્રમ્પે ૨ એપ્રિલ સુધી પ્રતિશોધાત્મક ટેરિફ લાદવાની સમયમર્યાદા નક્કી કરી છે, જેને તેઓ હવે મુક્તિ દિવસ કહે છે. જોકે, વાટાઘાટો દરમિયાન અમેરિકા ટેરિફ વધારશે કે નહીં તે સ્પષ્ટ નથી.
યુએસ એમ્બેસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે વેપાર અને રોકાણના મુદ્દાઓ પર ભારત સરકાર સાથે ચાલી રહેલી વાતચીતને મહત્વ આપીએ છીએ અને આ ચર્ચાઓને રચનાત્મક, ન્યાયી અને ભવિષ્યલક્ષી રીતે આગળ વધારવા માટે આતુર છીએ. ભારતીય અધિકારીઓ આ સોદાના ફાયદાઓ અંગે મૌન રહ્યા છે, પરંતુ એક અધિકારીએ જણાવ્યું હતું કે વેપાર કરાર ટેરિફ અને નિયમોમાં સ્થિરતા લાવશે અને આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપશે. એક મજબૂત વેપાર કરાર દ્વિપક્ષીય વેપાર અને રોકાણ માટે નવી શકયતાઓ ખોલી શકે છે, તેમણે કહ્યું. ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન, ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો શરૂ કરવાનો અને ૨૦૩૦ સુધીમાં વેપારને ઼૫૦૦ બિલિયન સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.
બંને દેશોના નેતાઓના નિર્દેશ મુજબ, ભારત વેપાર અને આર્થિક ક્ષેત્રોમાં અમેરિકા સાથે સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સહયોગ બંને દેશોની સમળદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં અને પુરવઠા શળંખલાઓના એકીકરણને વધુ ગાઢ બનાવવામાં મદદ કરશે. અમે પરસ્પર ફાયદાકારક રીતે અમારા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને વધારવા માટે યુએસ પ્રતિનિધિમંડળ સાથે ઉપયોગી અને રચનાત્મક ચર્ચાઓ માટે આતુર છીએ, સરકારી નિવેદનમાં જણાવાયું છે. અત્યાર સુધી વાટાઘાટો વર્ચ્યુઅલ માધ્યમથી થઈ રહી હતી, પરંતુ આ પહેલી વાર બનશે જ્યારે અધિકારીઓ સામસામે બેસીને આ મુદ્દા પર ચર્ચા કરશે. જોકે, આ અઠવાડિયે વાટાઘાટોના માળખા અને પ્રક્રિયા પર સંમતિ સાધ્યા પછી જ ઔપચારિક વાટાઘાટો શરૂ થશે.(૪૦.૨)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
