News of Tuesday, 25th March 2025
૨૦૨૩-૨૦૨૪ના આઇટી એસેસમેન્ટની તારીખ નજીક આવતા આડેધડ નોટિસો
કરદાતાને નોટિસ આપવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ હોવાના લીધે અધિકારીઓ અધીરા બન્યા કરદાતાઓએ રજૂ કરેલા જવાબ જોવાની દરકાર લેવામાં આવતી નહીં હોવાની પણ ફરિયાદ ઊઠી

મુંબઇ તા.૨૫: એસેસમેન્ટ વર્ષ પૂરું થવાનું હોય તે પહેલા નોટિસ આપી દેવાની હોય છે. તેના લીધે ઈન્કમટેક્સમાં આડેધડ નોટિલ આપીને જવાબદારી પૂરી કરી દેવાની કામગીરી કરવામાં આવતા કરદાતાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે, કારણ કે કરદાતા દ્વારા ૨જૂ કરવામાં આવેલા જવાબ જોવાની પણ દરકાર લેવામાં આવતી નહીં હોવાની પણ ફરિયાદ ઊંડો છે.
વર્ષ ૨૦૨૩-૨૪ના એસેસમેન્ટની કામગીરી આગામી ૩૧ માર્ચ પહેલાં પૂરી કરી દેવાની હોય છે. ત્યારબાદ કરદાતાને નોટિસ આપી શકાય નહી. તે માટેની કામગીરીના ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાના લીધે ઈન્કમટેક્સ અધિકારીઓ આડેધડ કામગીરી કરતા હોવાની ફરિયાદ ઊઠી છે. તે માટેનું કારણ એવું પણ છે કે કેટલાક કરદાતાઓએ તેને લગતા પુરાવા સહિત જવાબ રજૂ કરી દીધા છે. આ ઉપરાંત ઓનલાઈન સુનાવણી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. પરંતુ તે પુરાવાને પણાને રાખ્યા વિના જ સીધા ઓર્ડર કરી દેવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરદાતાઓ કરી રહ્યા છે. જોકે દર વખતે નોટિસ આપવાની છેલ્લી તારીખ નજીક આવતી હોય ત્યારે અધિકારીઓ આડેપડ કામગીરી કરતા હોય છે. તેના લીધે અપીલના કેસનું પણ ભારજ વધનું હોય છે. કારણ કે અધિકારી દ્વારા કરાયેલી કામગીરી સામે કરદાતાને વાંધો હોય તો તેની સામે અપીલમાં જતા હોય છે. જ્યારે પહેલેથી જ આ અંગેની કામગીરી કરી દેવામાં આવે તો છેલ્લી પડીએ જે કામગીરી કરીને નોટિસ આપવામાં આવતી હોય છે તેવા કિસ્સામાં વટાડો થઈ શકે તેમ છે. આ ઉપરાંત અધિકારીઓને ઓનલાઈન સુનાવણી માટે જણાવવામાં આવે તો તેના માટે પણ સમય આપવામાં આવતો નથી અથવા તો સમય આપવામાં આવે તો તે એકાદ બે દિવસની હોવાના કીપે પણ કરડતા મૂંઝવણમાં મુકાતા હોય છે. કારણ કે દરકે તબકો સમય આપવાનો નિયમ હોવા છતાં તેનું કોઈ પણ પકારે પાલન કરવામાં આવતું નહીં હોવાનું પણ કહેવાય છે.(૩૮.૩)
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
