News of Tuesday, 25th March 2025
રિંછ એકલુ ફરવા ચાલ્યું : બેકરીમાં કર્યો નાસ્તો

ઉટી, તા.૨૫: તમિલનાડુના ઉટીમાં ચોંકાવનારી ઘટના બની છે. એક રીંછ પુડુમંડુ વિસ્તારમાં ધસી આવ્યું હતું, ત્યારબાદ તે એક બેકરીમાં ઘૂસી ગયું અને નાસ્તાનો આસ્વાદ પણ માણ્યો હતો. ત્યાંથી નહીં અટકતા તે રહેણાંક વિસ્તારમાં પોતાની મસ્તીમાં ફરતું જોવા મળ્યું હતું. જોકે તે સમયે જ એક શ્વાને રીંછનો પીછો કર્યો હતો. શ્વાનને આમ સતત ભસતું જોઈને તે પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટયું અને એક સ્થળે જઈને સંતાઈ ગયું હતું. રીંછની લટારના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહયા છે. જેમાં જોઈ શકાય છે કે રીંછ પહેલા ધીમે ધીમે રસ્તા પર ચાલી રહયું છે અને ત્યારબાદ શ્વાન પાછળ પડતા તે સંતાઈ જાય છે. મહત્વનું છે કે રીંછ આવી ચડવાની ઘટનામાં દિવસેને દિવસે વધારો થતાં સ્થાનિકોએ રીંછને ઝડપી લેવા માટે વન વિભાગને રજૂઆત કરી હતી.(૨૩.૫)
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
