<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ટૂંક સમયમાં ટ્રમ્‍પ ઓટોમોબાઇલ્‍સ, એલ્‍યુમિનિયમ અને ફાર્માસ્‍યુટિકલ્‍સ પર ટેરિફનું એલાન કરશે

વૈશ્‍વિક વેપાર અને અર્થતંત્ર પર થશે મોટી અસર

નવી દિલ્‍હી, અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ઓટોમોબાઈલ, એલ્‍યુમિનિયમ અને ફાર્માસ્‍યુટિકલ્‍સ પર ટેરિફની જાહેરાત કરશે. વ્‍હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્‍પે કહ્યું કે જો યુદ્ધ વગેરે જેવી કોઈ સમસ્‍યાનો સામનો કરવો પડશે તો અમેરિકાને આ બધા ઉત્‍પાદનોની જરૂર પડશે.

પોતાની કેબિનેટ બેઠકની અધ્‍યક્ષતા કરતી વખતે ટ્રમ્‍પે કહ્યું કે દરેક દેશે આપણી સાથે છેતરપિંડી કરી છે. વાણિજ્‍ય સચિવ હોવર્ડ લુટનિકે તે જ બેઠકમાં જણાવ્‍યું હતું કે ટ્રમ્‍પ ૨ એપ્રિલે અનેક ટેરિફ લાદવાના છે. અમેરિકા એક બાહ્ય મહેસૂલ સેવા શરૂ કરશે.

તમને જણાવી દઈએ કે યુએસ સરકારની ઇન્‍ટરનલ રેવન્‍યુ સર્વિસ અમેરિકનો પાસેથી કર વસૂલ કરે છે. દરમિયાન, અમેરિકન રાષ્‍ટ્રપતિએ કહ્યું કે જે પણ દેશ વેનેઝુએલા પાસેથી તેલ કે ગેસ ખરીદશે તેણે અમેરિકા સાથે થતા કોઈપણ વેપાર પર ૨૫ ટકા ડ્‍યુટી ચૂકવવી પડશે.

આ વ્‍યવસ્‍થા ૨ એપ્રિલથી અમલમાં આવશે. તેમણે કહ્યું કે તેઓ આ પગલું એટલા માટે લઈ રહ્યા છે કારણ કે વેનેઝુએલાએ હજારો લોકોને અમેરિકા મોકલ્‍યા છે, જેમની પાસે ખૂબ જ હિંસક વળત્તિઓ છે. આ પગલાનો હેતુ વેનેઝુએલા પર તેના નાગરિકોના વર્તનમાં સુધારો કરવા અને અમેરિકા સાથેના વેપાર સંબંધોમાં પારદર્શિતા લાવવા માટે દબાણ લાવવાનો છે.

બીજી તરફ, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૯૯ વેનેઝુએલાના લોકોને લઈને એક ચાર્ટર્ડ વિમાન સોમવારે રાજધાની કારાકાસ પહોંચ્‍યું. વિમાને યુનાઇટેડ સ્‍ટેટ્‍સથી ઉડાન ભરી, હોન્‍ડુરાસમાં રોકાયું અને પછી કારાકાસ નજીકના એરપોર્ટ પર ઉતરાણ કર્યું.

આગમનના ફૂટેજમાં દેશનિકાલ કરાયેલા લોકો રાહત અને આનંદ વ્‍યક્‍ત કરતા જોવા મળ્‍યા. બીજી એક બાબતમાં, ટ્રમ્‍પે કહ્યું કે તેમને આશા છે કે યુક્રેનિયન મહત્‍વપૂર્ણ ખનિજો પર યુએસપ્રયુક્રેન મહેસૂલપ્રવહેંચણી કરાર ટૂંક સમયમાં હસ્‍તાક્ષર કરવામાં આવશે.(

(11:18 AM IST)