News of Tuesday, 25th March 2025
રાહુલ ગાંધી ભારતની નાગરિકતા ગુમાવશે?
અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દે નિર્ણય લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયને ચાર અઠવાડિયાંનો સમય આપ્યો

નવી દિલ્હી, તા.૨૫: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે, જેમાં રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાને પડકારતી અરજીની અલાહાબાદ હાઈ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દે નિર્ણય લેવા માટે કેન્દ્રીય ગળહમંત્રાલયને ચાર અઠવાડિયાંનો સમય આપ્યો છે. ગળહમંત્રાલયે રાહુલ ગાંધીની નાગરિકતા વિશે રિપોર્ટ રજૂ કરવા માટે આઠ અઠવાડિયાંનો સમય માગ્યો હતો, પરંતુ અલાહાબાદ હાઈ કોર્ટે આ વિનંતીને ફગાવી દીધી હતી. હવે આ કેસની આગામી સુનાવણી ૨૧ એપ્રિલે થશે.
કર્ણાટકના સામાજિક કાર્યકર્તા એસ. વિજ્ઞેશ શિશિરે જનહિતની અરજી દાખલ કરી હતી. એ અરજી અનુસાર રાહુલ ગાંધી ભારત અને બ્રિટન બન્ને દેશના નાગરિક છે એટલે બંધારણના અનુચ્છેદ ૮૪ હેઠળ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. તેમણે બ્રિટનની નાગરિકતા છુપાવીને રાયબરેલીથી ચૂંટણી લડી છે, એના માટે તેમનું સંસદસભ્ય પદ રદ કરવું જોઈએ તથા ભારતીય નાગરિકતા અધિનિયમ ૯(૨) હેઠળ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા પણ રદ કરવી જોઈએ એવી માગણી અરજીમાં કરવામાં આવી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
