<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

દેશી બ્રાન્ડે ચીની કંપનીઓનું ટેન્સન વધાર્યું :7 હજારથી ઓછી કિંમતે iPhone 16 Pro જેવો દેખાતો ફોન લોન્ચ

લાવા સ્માર્ટફોનની કિંમત 7,000 રૂપિયાથી ઓછી:આ કિંમતમાં લાવા ફોન Realme, Redmi, Poco, Infinix જેવા બ્રાન્ડના ફોનને સખત સ્પર્ધા આપશે

ભારતીય બ્રાન્ડ Lavaએ ચીની કંપનીઓનું ટેન્સન વધારી દીધું છે. લાવાએ ગયા વર્ષે સારા ફીચર્સ સાથે ઘણા સસ્તા સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. આ વર્ષે પણ કંપનીએ બીજો સસ્તો ફોન લોન્ચ કર્યો છે, જે iPhone 16 Pro જેવો દેખાય છે. આ લાવા સ્માર્ટફોનની કિંમત 7,000 રૂપિયાથી ઓછી છે. આ કિંમતમાં લાવા ફોન Realme, Redmi, Poco, Infinix જેવા બ્રાન્ડના ફોનને સખત સ્પર્ધા આપશે.

આ લાવા ફોન Lava Sharkના નામથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં બે રંગના વિકલ્પોમાં આવે છે - ટાઇટેનિયમ ગોલ્ડ અને સ્ટીલ્થ બ્લેક. તે એક જ સ્ટોરેજ વિકલ્પ સાથે ઓફર કરવામાં આવે છે - 4GB રેમ અને 64GB સ્ટોરેજ. આ સ્માર્ટફોનની રેમ વર્ચ્યુઅલી 8GB સુધી વધારી શકાય છે. તે જ સમયે, ફોનની મેમરીને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોનની કિંમત 6,999 રૂપિયા છે. તે ટૂંક સમયમાં ઓફલાઇન બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

આ લાવા ફોન 6.67 ઇંચ ડિસ્પ્લે સાથે આવે છે. ફોનનું ડિસ્પ્લે HD+ રિઝોલ્યુશન અને 120Hz હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. કંપનીએ આ ફોનમાં પંચ-હોલ ડિઝાઇન સાથે પ્રીમિયમ ડિસ્પ્લે આપી છે. ઉપરાંત, ફોનને IP54 રેટિંગ આપવામાં આવ્યું છે. લાવાના આ સસ્તા ફોનમાં Unisoc T606 ઓક્ટાકોર પ્રોસેસર છે.

લાવા શાર્ક 8GB સુધીની રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરશે. આ ફોનમાં 5,000mAh ની શક્તિશાળી બેટરી અને 18W USB ટાઇપ ચાર્જિંગ સુવિધા છે. આ લાવા ફોન એન્ડ્રોઇડ 14 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ 4G VoLTE, બ્લૂટૂથ 5.0 અને વાઇફાઇ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ ફોનના પાછળના ભાગમાં 50MPનો મુખ્ય AI કેમેરા ઉપલબ્ધ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો કેમેરા ઉપલબ્ધ હશે. ફોનનો કેમેરા મોડ્યુલ iPhone 16 Pro જેવો દેખાય છે. કેમેરાની સાથે તેના પાછળના ભાગમાં LED ફ્લેશ લાઇટ પણ આપવામાં આવી છે.

(6:40 PM IST)