News of Tuesday, 25th March 2025
દેશમાં વિકાસના નામે દસ વર્ષમાં ૧૭૩૪ ચો.કિમી જંગલો નષ્ટ કરાયો
દેશમાં સૌથી વધુ ૭૭,૦૭૩ ચોરસ કિલોમીટર વન વિસ્તાર મધ્ય પ્રદેશમાં છે, જ્યાં દેશમાં સૌથી વઘુ ૩૫૮.૫૨ ચોરસ કિલોમીટર જંગલ જમીન હેતુ ફેર કરાઈ છે

નવીદિલ્હી,તા.૨૫: દેશમાં છેલ્લા દસ વર્ષમાં દસ જ વર્ષમાં વિવિધ રાજ્યોમાં કુલ ૧,૭૩૪ ચોરસ કિ.મી. જંગલો કાપીને ડેવલપમેન્ટ એટલે કે 'વિકાસ'ની મંજૂરી અપાઈ છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે, ૨૦૧૪-૧૫ અને ૨૦૨૩-૨૪ વચ્ચે વનનિયમ અધિનિયમ ૧૯૮૦ હેઠળ માળખાગત વિકાસ માટે ૧.૭૩ લાખ હેક્ટર વન-જંગલોની જમીન પર વિકાસની મંજૂરી અપાઈ હતી.
દેશમાં સૌથી વધુ ૭૭,૦૭૩ ચોરસ કિલોમીટર વન વિસ્તાર મધ્ય પ્રદેશમાં છે, જ્યાં દેશમાં સૌથી વઘુ ૩૫૮.૫૨ ચોરસ કિલોમીટર જંગલ જમીન હેતુ ફેર કરાઈ છે. એવી જ રીતે, ગુજરાતમાં ૯૯.૮૫ ચોરસ કિ.મી., ઓડિશામાં લગભગ ૨૪૪ ચોરસ કિ.મી., તેલંગાણામાં ૧૧૪.૨૨ ચોરસ કિ.મી. અને અરુણાચલ પ્રદેશમાં ૯૪.૯૫ ચોરસ કિ.મી. જંગલ જમીન હેતુ ફેર કરાઈ છે. એટલું જ નહીં, આ દસ વર્ષમાં સૌથી ઓછા જંગલો ધરાવતા રાજસ્થાનમાં પણ ૮૭.૯૬ ચોરસ કિ.મી. જંગલ વિસ્તાર હેતુફેર કરાયો છે., તો મહારાષ્ટ્રમાં ૮૫ ચોરસ કિ.મી., ઝારખંડમાં ૮૩.૫૩ ચોરસ કિ.મી., છત્તીસગઢમાં ૭૯.૨૫ ચોરસ કિ.મી. અને ઉત્તર પ્રદેશમાં ૭૦.૫૯ ચોરસ કિ.મી. વન-જંગલ વિસ્તાર હેતુ ફેર કરી દેવાયો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, દર બે વર્ષે જાહેર કરાતા ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ પ્રમાણે દેશમાં ફોરેસ્ટ કવર એટલે જંગલ વિસ્તાર વધી રહ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, દેશમાં ૨૦૧૩માં ૬.૯૮ લાખ ચોરસ કિ.મી. જંગલ વિસ્તાર હતો, જે ૨૦૨૩માં વધીને ૭.૧૫ ચોરસ કિ.મી. થઈ ગયો છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
