<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

સંબંધ બાંધતી વખતે રાક્ષસ બન્‍યો કોન્‍સ્‍ટેબલ પતિ : બેડ પર યુવતીને સાપથી ડંખ માર્યા : પગમાં સોય મારતો

કાનપુરમાંથી એક કોન્‍સ્‍ટેબલે યુવતીનો રેપ કર્યો અને ત્‍યારબાદ છોકરી પ્રેગ્નેન્‍ટ થઈ તો તેનો ગર્ભપાત પણ કરાવી નાખ્‍યો

કાનપુર, તા.૨૬: ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક કોન્‍સ્‍ટેબલે યુવતીનો રેપ કર્યો અને ત્‍યારબાદ છોકરી પ્રેગ્નેન્‍ટ થઈ તો તેનો ગર્ભપાત પણ કરાવી નાખ્‍યો. છોકરીનું કહેવું છે કે, યુવકે તેને સાપથી ડંખ મરાવ્‍યો. પગમાં સોય મારતો હતો. આ કારણે ૪ દિવસ સુધી તે ICUમાં દાખલ કરી. આરોપી કોન્‍સ્‍ટેબલ અયોધ્‍યામાં તૈનાત છે. પીડિતાએ તેના વિરુદ્ધ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

સોમવારે પીડિત છોકરી DCP સાઉથ ઓફિસ પહોંચી હતી. ઘટનાને લઈને ADCP સાઉથ મહેશ કુમારે કહ્‍યું કે, કોન્‍સ્‍ટેબલ અનુજ કુમાર વિરુદ્ધ ફરિયાદ લઈ લીધી છે. તેનો રિપોર્ટ અયોધ્‍યા મોકલવામાં આવશે. રેઉના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના એક ગામની રહેવાસી પીડિતાએ કહ્‍યું કે, સપ્‍ટેમ્‍બર ૨૦૨૦માં તે શૌચ માટે જઈ રહી હતી. રસ્‍તામાં અનુજ કુમારે તેનો રેપ કર્યો. બાદમાં કહ્‍યું કે, તે તેની સાથે લગ્ન કરશે. તે રેપના કારણે પ્રેગ્નેન્‍ટ થઈ ગઈ અને તેનો ગર્ભપાત કરાવી નાખ્‍યો. વધારે રક્‍તસ્રાવના કારણે પીડિતાએ આખી વાત પોતાની માતાને જણાવી.

પીડિતાનું કહેવું છે કે, જ્‍યારે અનુજને કોન્‍સ્‍ટેબલમાં નોકરી મળી ગઈ તો તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. બાદમાં પ્રેશરમાં આવીને મંદિરમાં લગ્ન કર્યા અને છોડી મૂકી. ૯ જાન્‍યુઆરી ૨૦૨૩થી ૨૩ મે ૨૦૨૩ સુધી છોકરી સાથે તેણે રેપ કર્યો. પીડિતાના જણાવ્‍યા અનુસાર, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ અનુજ તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને બાદમાં સંબંધ બાંધતો રહ્‍યો. ત્‍યારબાદ બે મદારીને બોલાવ્‍યા અને સાપથી પગમાં ડંખ મરાવ્‍યો. બાદમાં સોય લઈને પગમાં મારતો હતો. આ કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ અને આઈસીયૂમાં ૪ દિવસ દાખલ રહેવું પડયું.

(12:09 PM IST)