News of Wednesday, 26th March 2025
ઈ-વે બિલ, રદ થયેલા GST નંબર માટે થયેલી અપીલના કેસ નિકાલમાં ઠાગાઠૈયા
જીએસટી નંબર રદ થવાના કારણે વેપાર શરૂ થઇ શકતો નથી

મુંબઈ,તા.૨૬: વેપાર શરૂ કરવા માટે સૌથી જરૂરી હવે જીએસટી નંબર હોય છે. આ નંબર રદ થયા બાદ નિયમ પ્રમાણે રિટન ભરી દેવામાં આવતા હોવા છતાં નંબર શરૂ કરવામાં આવતા નથી, કારણ કે તે માટેના કેસ જીએસટી અપીલમાં કરવામાં આવ્યા બાદ અપીલના કેસની સુનાવણી જ કરવામાં આવતી નથી. તેના કારણે એક વર્ષ કરતાં વધુ સમય પહેલા કરવામાં આવેલા અનેક કેસનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નહીં હોવાના લીધે વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે. સાફ કરવા
જીએસટી અપીલના કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવતો નહીં હોવાની ફરિયાદ છેલ્લા કેટલાપ સમયથી ઉઠી રહી છે. તેમાં સૌથી મહત્વના કેસ ગણાતા ઇ.વે બિશ અને જીએસટી નંબર રદ થયા હોય તેને ધગતા કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવતો હોય છે. આ કેસનો નિકાલ કરવામાં આવે તો સરકારને તેના થકી આવક પણ વધુ થતી હોય છે. તે માટેનું કારવણ એવું છે કે વેપાર કરવા માટે જીએસટી નંબર જરૂરી છે. જો વેપારી પાસે જીએસટી નંબર જ નહી હોય તો વેપાર થઈ શકે નહીં. તેના થતી સરકારને જે આવક થવાની હતી તે
પણ થતી નથી. આ માટે જે પણ વેપારીનો નંબર રદ થયો હોય તે નિયમ પ્રમાણે ટેક્સ, વ્યાજ અને દંડ ભરપાઈ કરી દેવામાં આવ્યા બાદ જ જીએસટી અપીલમાં આ કેસની સુનાવણી જ કરવામાં આવતી નથી. તેના માટે વેપારીને આઠ મહિના સુધી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. જેથી તે માટેની કાર્યવાહી કરીને વેપારીઓના હિતમાં ઝડપથી નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
