<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

પત્‍નિએ ઈંટથી પતિનું માથું ફોડી નાખ્‍યું: ધમકી આપી કે જો સુધરીશ નહીં તો તને પણ કાપીને ડ્રમમાં ભરી દઈશ

મેરઠમાં સૌરભ રાજપૂત મર્ડર કેસની લોકોના દિમાગ પર કેવી અસર પડે છે, તેની એક ઝલક મેરઠની જ એક કોલોનીમાંથી જોવા મળી છે

મેરઠ, તા.૨૬: મેરઠમાં સૌરભ રાજપૂત મર્ડર કેસની લોકોના દિમાગ પર કેવી અસર પડે છે, તેની એક ઝલક મેરઠની જ એક કોલોનીમાંથી જોવા મળી છે. અહીં રહેલા પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો થયો તો પત્‍નીએ ગુસ્‍સામાં આવી પતિના માથા પર ઈંટ મારી લોહીલુહાણ કરી નાખ્‍યો. બાદમાં ધમકી આપી કે જો સુધરીશ નહીં તો તને પણ કાપીને ડ્રમમાં ભરી દઈશ. ઘાયલ પતિ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો અને પોલીસને આખો મામલો જણાવ્‍યો હતો. પોલીસે ઘાયલનું મેડિકલ કરાવ્‍યું. તો વળી પત્‍નીએ આ આરોપોને ફગાવી દીધા હતા.

આપને જણાવી દઈએ કે, ગત ત્રણ માર્ચના રોજ મેરઠમાં મુસ્‍કાન રસ્‍તોગી નામની એક પત્‍નીએ પ્રેમી સાહિલ શુક્‍લા સાથે મળીને પોતાના પતિ સૌરભ રાજપૂતને ચાકૂઓથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મુસ્‍કાન-સાહિલે સૌરભની લાશના ટુકડા કરી તેને વાદળી રંગના પ્‍લાસ્‍ટિકના ડ્રમમાં પેક કરી ઉપરથી સિમેન્‍ટ ભરી દીધી હતી. આ ઘટનાએ દેશભરના લોકોને હચમચાવી નાખ્‍યા છે. મુસ્‍કાન-સાહિલની પોલીસે ધરપકડ કરી લીધી છે. બંને જેલમાં છે.

ત્‍યારે હવે મેરઠના કંકડખેડા વિસ્‍તારમાં હાઈવે પર આવેલી એક કોલોનીમાં રહેતા યુવકે જણાવ્‍યું કે, તેની પત્‍ની દરરોજ તેની સાથે ઝઘડા કરે છે. ઘણી વાર ફળિયાના લોકો વચ્‍ચે પડયા છે. રવિવારે રાત્રે યુવક દારૂ પીને ઘરે પહોંચ્‍યો તો કોઈ વાતને લઈને પત્‍ની સાથે તેને ઝઘડો થઈ ગયો. આરોપ છે કે પત્‍નીએ દાંતથી બચકા કર્યા અને લોહીલુહાણ કરી નાખ્‍યા. ત્‍યાર બાદ યુવક જ્‍યારે સૂઈ ગયો તો પત્‍નીએ તેને ખેંચીને ઉઠાવ્‍યો. યુવકે વિરોધ કર્યો તો પત્‍નીએ ધમકી આપી કે ઊઠીશ નહીં તો માથામાં ઈંટ મારી દઈશ

યુવક ફરી વાર સૂઈ ગયો પત્‍નીએ માથામાં ઈંટ મારી અને પતિને ઘાયલ કરી નાખ્‍યો. યુવકનો ચહેરો લોહીલુહાણ થઈ ગયો. આરોપ છે કે હોબાળો થતા પત્‍નીએ ધમકી આપી અને કહ્‍યું કે, જો તું સુધરીશ નહીં તો તારી હાલત પણ સૌરભ હત્‍યાકાંડ જેવી થશે અને ડ્રમમાં ભરી દઈશ. (આ તસવીર મેરઠ હત્‍યાકાંડની આરોપી મુસ્‍કાનની છે)

પતિ-પત્‍ની સાત જન્‍મોના સાથી માનવામાં આવે છે. એકવાર સાત ફેરા ફરી લે તો તે આવનારા સાત જન્‍મો સુધી બંનેનો સંબંધ બંધાઈ જાય છે. પરંતુ ઘણીવાર પતિ અને પત્‍ની વચ્‍ચે તાલમેલ ન બેસતા તેમની વાત છેક છૂટાછેડા સુધી પહોંચે છે. કોર્ટમાં અલગ-અલગ કારણોસાથે કપલ છૂટાછેડા માટે અરજી કરે છે. આ વચ્‍ચે ભોપાલમાં એક પતિએ વિચિત્ર કારણોસર છૂટાછેડાની માંગ કરી છે.

આ ઘટના બાદ મહિલા બંને બાળકોને લઈને પોલીસ સ્‍ટેશને પહોંચી. તો વળી લોહીથી લથબથ યુવક તેના પિતા સાથે પોલીસ સ્‍ટેશને આવ્‍યો હતો. જ્‍યાં પત્‍નીએ આ તમામ આરોપો ખોટા હોવાનું કહ્‍યું હતું. તેણે પોલીસમાં જણાવ્‍યું કે, મજૂરીના બધા પૈસા તેનો પતિ દારૂ પીવામાં ઉડાવે છે. ત્‍યારે આવા સમયે ઘર ખર્ચ કેવી રીતે કાઢવો. તેને લઈને કાયમ ઝઘડા થાય છે. પોલીસે ઘાયલ પતિને સારવાર માટે હોસ્‍પિટલમાં સારવાર અપાવી, જોકે આ કેસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી

(12:10 PM IST)