News of Wednesday, 26th March 2025
ઓ બાપ રે...બેંગલુરૂમાં 2BHK નું ભાડું ન્યૂયોર્કની જેટલું: રહેઠાણની માંગ વધી
બેંગ્લોરમાં રહેવાનો ખર્ચ ઝડપથી વધ્યો છે, કોરમંગલામાં 2BHK એપાર્ટમેન્ટનું ભાડું દર મહિને રૂ.૭૦,૦૦૦ છે, તે ન્યૂ યોર્કના ઉપનગરોના ભાવો જેટલો જ ભાવે પહોંચી રહ્યો છે, ઓછા મકાનો બની રહ્યા છે અને માંગ વધી રહી છે, તેથી ભાડા વધી રહ્યા છે લોકો મૂળભૂત સુવિધાઓના અભાવ અને ટ્રાફિકની સમસ્યાથી પરેશાનઃ ઊંચા ભાડા અને નબળી સુવિધાઓને કારણે લોકોને શહેર છોડવાની ફરજ પડી રહી છે

બેગ્લોર, તા.૨૬: બેંગલુરુમાં રહેવાનો ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે. હૈદરાબાદ સ્થિત નાણાકીય વિશ્લેષક હાર્દિક જોશીએ LinkedIn પર સરખામણી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે કહ્યું કે બેંગલુરુના કોરમંગલામાં ૨ગ્ણ્ધ્ એપાર્ટમેન્ટ ભાડે લેવાનો ખર્ચ દર મહિને ૭૦,૦૦૦ રૂપિયા છે. આ ન્યૂ યોર્કના ઉપનગરમાં આવેલા સમાન એપાર્ટમેન્ટ કરતાં માત્ર ૧૦,૦૦૦ રૂપિયા ઓછું છે. આ ખુલાસા પછી, લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે બેંગલુરુ, જે એક સમયે વ્યાવસાયિકો માટે સસ્તું શહેર માનવામાં આવતું હતું આજે વિશ્વના સૌથી મોંઘા શહેરો સાથે કેવી રીતે સ્પર્ધા કરી રહ્યું છે. માંગ અને પુરવઠા વચ્ચે વધતા અંતરને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. દર વર્ષે હજારો નવા લોકો બેંગ્લોર આવી રહ્યા છે. પરંતુ ઘરોની સંખ્યા તે ગતિએ વધી રહી નથી.
બેંગ્લોરમાં ઘરના ભાડા ઝડપથી વધી રહ્યા છે. હાર્દિક જોશીએ આ પરિસ્થિતિને પાગલપણું ગણાવી છે. તેમનું કહેવું છે કે શહેરમાં આવતા લોકોની સંખ્યા જેટલી નવા મકાનો બની રહી છે તેટલી સંખ્યામાં નથી. આવી સ્થિતિમાં, મકાનમાલિકો મનમાની કરી રહ્યા છે. તેઓ ઇચ્છે તેટલું ભાડું વધારી રહ્યા છે. લોકો પાસે ભાડું ચૂકવવાનો અથવા શહેર છોડી દેવાનો વિકલ્પ છે.
ભાડા ઉપરાંત, શહેરની મૂળભૂત સુવિધાઓ પણ લોકોને પરેશાન કરી રહી છે. ટ્રાફિક જામ અને નબળા જાહેર પરિવહનને કારણે રોજિંદા જીવન મુશ્કેલ બની ગયું છે. જોશી સરળ શબ્દોમાં કહે છે, તમે ન્યૂ યોર્કના ભાવ ચૂકવી રહ્યા છો, પણ તમારે એવા શહેરમાં રહેવું પડશે જ્યાં ૧૦ કિલોમીટરનું અંતર કાપવામાં એક કલાક લાગે છે.
બેંગલુરુમાં ભાડાના ભાવ ઝડપથી બદલાઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં કિંમતો ઝડપથી વધી રહી છે. ઉત્તર બેંગલુરુમાં, ખાસ કરીને હેબ્બલ, હેન્નુર અને થાનિસાંદ્રામાં ભાડામાં ૨૦-૨૫% વધારો થવાની ધારણા છે. આનું કારણ એ છે કે આ વિસ્તારો એરપોર્ટની નજીક છે અને અહીં ઘણા માળખાકીય પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.
વ્હાઇટફિલ્ડની બહારના વિસ્તારો, જેમ કે ગ્લેનવુડ લેઆઉટ અને વર્થર રોડ, હજુ પણ ટેક વ્યાવસાયિકો માટે પસંદગીના સ્થળો છે. ત્યાં ભાડામાં ૧૦-૨૦% વધારો થવાની ધારણા છે. સરજાપુરા રોડ પર પણ આ જ વલણ જોવા મળે છે. આ વિસ્તાર આઇટી હબ સાથે સારી રીતે જોડાયેલ છે. કનકપુરા રોડ પર નવા માળખાગત પ્રોજેક્ટ્સને કારણે માંગ પણ વધી રહી છે.
એક દાયકા પહેલા, બેંગલુરુ શકયતાઓનું શહેર હતું. તે સસ્તું, ગતિશીલ અને આશાસ્પદ હતું. પરંતુ, હવે ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું તે ભારતનું સૌથી મોંઘુ શહેર બની ગયું છે. આ કારણે, વ્યાવસાયિકો હવે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. બેંગ્લોરમાં રહેવાના ખર્ચમાં વધારાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભાડાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મૂળભૂત સુવિધાઓ પણ સારી નથી. આ કારણે ઘણા લોકોને શહેર છોડવાની ફરજ પડી રહી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
