News of Wednesday, 26th March 2025
ઠંડી ચા મળતા યુવકે પિત્તો ગુમાવ્યો : ગાળો ભાંડી કાફે સંચાલકને ગોળી ધરબી
યુપીના એટામાં ચાના રૂ પિયા માંગવા પર કેફે માલિકને ગોળી મારવામાં આવી

એટા, તા.૨૬: યુપીના એટાથી એક સનસની સામે આવી છે. જ્યાં સોમવાર રાત્રે ઠંડી ચા આપવા પર યુવકે ગાળો દીધી કેફેના સંચાલકને ગોળી મારી દીધી. ગોળી લગતા જ કેફે સંચાલક જમીન પર પડી ગયો. આનન–ફાનનમાં તેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો. પેટમાં ગોળી લાગવાથી હાલત ગંભીર જોતા આગ્રા રેફર કરી દીધો. મામલામાં પિતાએ બે આરોપીઓ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી છે. માહિતી પર સીઑ સિટી પણ પહોંચી ગયા અને ઘટનાની જાણકારી લીધી છે.
સિંધી કોલોની નિવાસી સુનિલ કુમાર આગ્રા રોડ પર એક ચા કેફે ચલાવે છે. સોમવારે રાત્રે ગંગાનગર નિવાસી રવિ પોતાના સાથી સાથે બાઇક લઈને આવ્યો. ચા કેફે પર રોકાઈને ચા પીધી. આરોપ છે કે પૈસા દીધા વિના જ જવા લાગ્યા. જ્યારે પીડિતે રૂ પિયા માંગ્યા તો આરોપીએ ગાળો બોલતા કહયું કે ઠંડી ચા આપી અને ઉપર થી રૂ પિયા પણ માંગી રહયો છે. આટલું કહેતા જ સાથીની સાથે મળીને આરોપીએ કેફે સંચાલક સુનિલ કુમારને ગોળી મારી ઘાયલ કરી દીધો. પેટમાં ગોળી વાગવાથી યુવક ગંભીર ઘાયલ થઈ ગયો. ઘટના બાદ યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘાયલને મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો. હાલત ગંભીર જોઈને તેમને આગ્રા રિફર કરવામાં આવ્યા છે.
મામલાની જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને ઘટનાની માહિતી લીધી છે. બીજી તરફ, સીઓ સિટી પણ મેડિકલ કોલેજ પહોંચ્યા અને ઘટનાની માહિતી લીધી. આ કેસમાં બે આરોપીઓ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ઘાયલના પિતા પુરુષોત્તમે ગંગાનગર કોતવાલી નગરના રહેવાસી આરોપી રવિ અને એક અજાણ્યા વ્યકિત વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરી છે. આરોપીઓની શોધ ચાલુ છે.
આ મુદ્દા પર પ્રદેશ કોંગ્રેસે યોગી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. એકસ પર પોસ્ટ કરતા લખ્યું, ઁએટામાં ચાના પૈસા માંગવા દુકાનદારને એટલું મોંઘું પડ્યું કે દબંગોએ તેને ગોળી મારી દીધી. રાજ્યના નાના દુકાનદારોને દરરોજ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ સરકાર તેમને આ સમસ્યાઓમાંથી રાહત આપવા માટે કોઈ પહેલ કરતી નથી કારણ કે ભાજપને તેના પોતાના અમીર મિત્રો સિવાય બીજું કોઈ દેખાતું નથી.(૨૩.૧૧)
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
