<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ દ્વારા બાંગ્લાદેશ, ભારત, ભૂટાન અને નેપાળ વચ્ચે, જોઈન્ટ ઇકોનોમી 'સંયુક્ત અર્થતંત્ર' માટે હાકલ

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશ, ભારત, ભૂટાન અને નેપાળ વચ્ચે 'સંયુક્ત અર્થતંત્ર'ની સ્થાપના કરવાનું આહ્વાન કર્યું છે. 

તેમણે જણાવ્યું કે આ પહેલથી આ પ્રદેશમાં આર્થિક વિકાસ અને વેપારને નવી દિશા મળશે. ખાસ કરીને ભારતના પૂર્વોત્તર રાજ્યો, જેને 'સેવન સિસ્ટર્સ' તરીકે ઓળખવામાં આવે છે, તેમાં વેપાર અને અર્થતંત્રનો મોટો પ્રવાહ ઊભો થઈ શકે છે. 

યુનુસે ભારપૂર્વક કહ્યું કે આ ચાર દેશોના સહયોગથી પ્રાદેશિક સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થઈ શકે છે. આ સંયુક્ત અર્થતંત્રના વિચારને વાસ્તવિકતામાં લાવવા માટે તેમણે આ દેશોના નેતાઓને સાથે મળીને કામ કરવા અપીલ કરી છે. 

આ પગલું ખાસ કરીને ભારતના પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

(10:48 PM IST)