<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

31 માર્ચે બેંકો ખુલ્લી રહેશે: ઈદ પર શાખાઓ બંધ રહેશે નહિ : જાણો આવું RBIએ કેમ કર્યું

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્કને સોમવાર 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી રાખવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હી :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેને સોમવાર, 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો છે. ઈદ પછી પણ બેંકો ખુલ્લી રહેશે. આ સૂચનાઓ સરકારી વ્યવહારો સંભાળતી તમામ બેંકોને લાગુ પડશે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25ના વ્યવહારોને યોગ્ય રીતે સેટલ કરવા માટે આ નિર્ણય લીધો છે

  રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર)ના કારણે 31 માર્ચ, 2025ના રોજ લગભગ તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેવાની હતી. બેંકો માત્ર હિમાચલ પ્રદેશ અને મિઝોરમમાં જ ખુલ્લી રાખવાની હતી. પરંતુ હવે સરકારે નાણાકીય વ્યવહારોની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલુ રાખવા માટે બેંકોને ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે

  કઈ સેવાઓ માટે બેંકો ખુલ્લી રહેશે? સરકારી કર ચૂકવણી - આવકવેરા, GST, કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી વગેરે. પેન્શન અને સરકારી અનુદાનની ચુકવણી સરકારી પગાર અને ભથ્થાંનું વિતરણ સરકારી યોજનાઓ અને સબસિડી સંબંધિત ચૂકવણી

1 એપ્રિલ, 2025 મંગળવારના રોજ પણ મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેંકો બંધ રહેશે. દર વર્ષની જેમ, તે બેંકોના વાર્ષિક ખાતા બંધ થવા અને નવા નાણાકીય વર્ષની શરૂઆતના કારણે બંધ રહેશે. જો કે, મેઘાલય, છત્તીસગઢ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં બેંકો આ દિવસે ખુલ્લી રહેશે

જો તમે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરો છો તો ચિંતા કરવાની જરૂર નથી. મોબાઈલ બેંકિંગ, ઓનલાઈન ફંડ ટ્રાન્સફર અને સરકારી ટેક્સ પેમેન્ટ જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. જો કે, ગ્રાહકો કોઈપણ અપડેટ માટે તેમની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે.

(10:56 PM IST)