<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

નવું સંશોધન: વૈજ્ઞાનિકોએ ફૂલોમાંથી કેળાના છોડ ઉગાડવાની ટેક્નિક વિકસાવી:ખેડૂતોને થશે ફાયદો

કેળાના છોડ ટોચના અંકુરનો ઉપયોગ કરીને તૈયાર કરાય છે હવે નર ફૂલોમાંથી મેળવેલા કલ્ચરમાંથી વિકસિત કેળાના છોડનું મોટા પાયે ઉત્પાદન કરી શકાય છે.

બેંગલુરુ સ્થિત ભારતીય બાગાયતી સંસ્થા (IIHR) ના વૈજ્ઞાનિકોએ કેળાના છોડના ઉત્પાદન માટે એમ્બ્રોયોજેનિક સેલ સસ્પેન્શન (ECS) ટેકનોલોજી વિકસાવી છે. આ તકનીકનો ઉપયોગ કરીને, ઇલાક્કી પ્રજાતિના કેળાના છોડ તેના નર ફૂલોમાંથી તૈયાર કરવામાં આવે છે. ઇલાક્કી કેળાની જાત દક્ષિણમાં લોકપ્રિય છે.
સામાન્ય રીતે, છોડ ટોચના અંકુરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. હવે નર ફૂલોમાંથી મેળવેલા કલ્ચરમાંથી વિકસિત કેળાના છોડનું મોટા પાયે ઉત્પાદન કરી શકાય છે. આ તકનીકનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા છોડના ફળો પણ નિયમિત કેળા કરતા મોટા હોય છે.
બેંગ્લોરના IIHR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉષા રાની કહે છે - છોડના ગર્ભમાંથી વિકસિત આદર્શ પેશીઓમાંથી 50 હજારથી એક લાખ છોડ ઉત્પન્ન કરી શકાય છે. છ મહિનામાં મોટી સંખ્યામાં છોડ ઉત્પન્ન કરી શકે છે. તેના ફૂલો એકસરખા હોય છે અને વાવેતરની સામગ્રી રોગમુક્ત હોય છે. આ ટેકનોલોજીથી ઉત્પાદન ખર્ચમાં ૧૫-૨૦ ટકાનો ઘટાડો કરી શકાય છે.

 

(5:30 PM IST)