<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

સપ્તાહમાં સોનાના ભાવમાં 1,445નો તોતિંગ ઉછાળો : ચાંદીમાં ભાવમાં 3,485નો વધારો

ચાંદીની કિંમત રૂપિયા 97,407 પ્રતિ કિલોથી વધીને 1,00,892 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ

નવી દિલ્હી : આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ ટ્રેડિંગ સપ્તાહમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,445નો વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 3,485નો વધારો થયો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પ્રમાણે આ અઠવાડિયાની શરૂઆતમાં (24 થી 28 માર્ચ) 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 87,719 પ્રતિ 10 ગ્રામ હતો, જે શુક્રવાર સુધીમાં વધીને રૂપિયા 89,164 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. એવી જ રીતે 999 શુદ્ધતા ધરાવતી ચાંદીની કિંમત રૂપિયા 97,407 પ્રતિ કિલોથી વધીને 1,00,892 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ અઠવાડિયામાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?
24 માર્ચ, 2025 – 87,719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
25 માર્ચ, 2025 – 87,751 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
26 માર્ચ, 2025 – 87,791 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
27 માર્ચ, 2025 – 88,417 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
28માર્ચ, 2025 – 89,164 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો?
24 માર્ચ, 2025 – 97,407 રૂપિયા પ્રતિ કિલો
25 માર્ચ, 2025 – 97,922 રૂપિયા પ્રતિ કિલો
26 માર્ચ, 2025 – 98,794 રૂપિયા પ્રતિ કિલો
27 માર્ચ, 2025 – 99,775 રૂપિયા પ્રતિ કિલો
28 માર્ચ, 2025 – 1,00,892 રૂપિયા પ્રતિ કિલો

(8:11 PM IST)