હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મારે સુહાગરાત મનાવવી છે અને પતિ ભજનમાં પડયો છે ! ધણીથી કંટાળી પત્નિએ કરી દીધો કેસ
કેરળ હાઈકોર્ટ સમક્ષ એક વિચિત્ર કેસ આવ્યો : એક મહિલાએ ફરિયાદ કરી કે તેના પતિને શારીરિક સંબંધમાં કોઈ રસ નથી અને તેને ઓફિસથી પાછા ફર્યા પછી ફક્ત મંદિર જવામાં રસ છે

કોચીઃ આપણે પહેલેથી જ એવું સાંભળતા આવ્યા છીએ કે પતિ અને પત્નીના સંબંધમાં વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. જો આ સંબંધમાં થોડો પણ અવિશ્વાસ આવે તો તે સરખી રીતે ચાલતો નથી. કે જો કે આજકાલ આપણી અસપાસ એવા બનવા બની રહ્યાં છે કે, લોકોને જાણીને ન આ સંબંધ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કંઈક આવો જ એક કેસ હાલ કેરળ હાઈકોર્ટમાં આવ્યો હતો. કેરળ હાઈકોર્ટે તાજેતરમાં એક મહિલાના તલાકને મંજૂરી આપી છે. મહિલાએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ શારીરિક સંબંધો અને પારિવારિક જીવનમાં કોઈ રસ લેતો નથી. તેના બદલે, તે મંદિરો અને આશ્રમોમાં જ ફરતો રહે છે. કોર્ટે આ વર્તનને ‘માનસિક ક્રૂરતા'ગણાવીને તલાકને યોગ્ય ગણાવ્યો.
‘બાર એન્ડ બેંચ'ની રિપોર્ટ મુજબ, પતિ અને પત્નીના લગ્ન ૨૦૧૬માં લગ્ન થયા હતા, પરંતુ ધીમે ધીમે સંબંધ બગડતો ગયો. પત્નીએ આરોપ મૂક્યો કે પતિ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહેતો, તેના સાથે સમય વિતાવતો ન હતો કે પછી શારીરિક સંબંધમાં અને બાળકો પેદા કરવા માટે કોઈ રસ ન દેખાડતો હતો. તે તેને જબરદસ્તી મંદિરે લઈ જતો અને તેની અભ્યાસ (પોસ્ટ ગ્રેજ્યુએશન)માં પણ પ્રોબ્લેમ લાવતો હતો. આવા વર્તનથી અકળાયેલી પત્નીએ વર્ષ ૨૦૧૯માં પહેલી વાર તલાક માટે અરજી કરી હતી પરંતુ પતિએ તેને બદલાઈ જશે એવું વચન આપ્યું હતું જો કે તે પછી પણ સુધર્યો ન હતો. આ માટે પત્નીએ ૨૦૨૨માં ફરીથી છૂટાછેડા માટે અરજી કરી હતી.
કોર્ટે શું કહયું? : જસ્ટિસ દેવન રામચંદ્રન અને જસ્ટિસ એમ.બી. સ્નેહલતાની બેંચે કહયું, ‘લગ્ન કોઈને બીજા પર પોતાની માન્યતાઓ લાદવાનો લાયસન્સ નથી આપતું.' અદાલતે કહયું કે પતિનો અતિશય ધાર્મિક જુનૂન અને પત્નીને મજબૂર કરવું માનસિક ક્રૂરતા છે. વૈવાહિક ફરજોની અવગણના અને શારીરિક સંબંધોનો ઇનકાર તલાકનો માન્ય આધાર છે. બેંચે કહયું, ‘પતિના કારણે લગ્ન તૂટી ગયા છે, તેથી તલાક યોગ્ય છે.'
પતિએ કોર્ટમાં દલીલ કરી કે તેના ધાર્મિક વિશ્વાસોને ખોટા રીતે સમજવામાં આવ્યા છે. તેણે આ પણ કહયું કે પત્ની પોતે અભ્યાસ પૂરો કરવા સુધી બાળકો ઇચ્છતી નથી. પરંતુ કોર્ટે પત્નીના પુરાવાઓને વધુ વિશ્વસનીય માન્યા.
શું છે ‘માનસિક ક્રૂરતા'? : હિંદુ મેરેજ એક્ટની કલમ ૧૩(૧)(ર્શી) હેઠળ, જો એક પતિ/પત્ની બીજા સાથે સતત અવગણનાપૂર્ણ વર્તન કરે, ભાવનાત્મક રીતે પીડિત કરે અથવા વૈવાહિક ફરજોમાંથી મોઢું ફેરવે, તો તેને માનસિક ક્રૂરતા માનવામાં આવે છે.(૨૩.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
