News of Monday, 31st March 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૫૨

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૫૨:‘‘ ભોજન કરતા અથવા પાણી પીતાં ભોજન કે પાણીનો સ્વાદ જ બની જાઓ અને એનાથી ભરાઇ જાઓ.''
આપણે ખાતા રહીએ,આપણે ખાધા વગર રહી શકતા નથી. પરંતુ યંત્રવત આપણે ઘણી બેહોંશીમાં ભોજન કરીએ છીએ જો સ્વાદ લેવામાં ના આવે તો તમે ફકત પેટ ભરી રહ્યા છો. તો તમે ધીમે ધીમે ભોજન કરો, સ્વાદ લઇને કરો અને સ્વાદ પ્રત્યે સજાગ થવા માટે ધીમે ધીમે ભોજન કરવું બહુ જરૂરી છે. તમે ભોજન ફકત ગળતા મત જાઓ. આસ્તે આસ્તે એનો સ્વાદ લો અને સ્વાદ જ બની જાઓ. જયારે તમે મીઠાશ અનુભવશો તો મીઠાશ બની જાઓ અને ત્યારે મીઠાશ ફકત મોંમા કે જીભમાં જ નહી પણ આખા શરીરમાં અનુભવ કરી શકાય છે. તે ખરેખર આખા શરીરમાં ફેલાઇ જશે. તમને લાગશે કે મીઠાશ કે કોઇ વસ્તુ લહેરની જેમ ફેલાતી જાય છે. એટલા માટે તમે જે કાંઇ ખાઓ એનો સ્વાદ લઇને ખાઓ અને સ્વાદ બની જાઓ.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
