<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

વિદેશી દેવું વધીને ૭૧૭.૯ અબજ અમેરિકન ડોલરે પહોંચ્‍યુ

નવી દિલ્‍હી તા.૧: ભારતનું વિદેશી દેવું વધીને ૭૧૭.૯ અબજ અમેરિકન ડોલરે પહોંચ્‍યું હોવાના આંકડા નાણાં મંત્રાલયે જાહેર કર્યાં છે. ભારતનું વિદેશી દેવું ડિસેમ્‍બર ૨૦૨૪ના અંત સુધીમાં ૧૦.૭ ટકા વધીને ૭૧૭.૯ અબજ ડોલર થયું હતું. ડિસેમ્‍બર ૨૦૨૩માં તે ૮ ૬૪૮.૭ અબજ ડોલર હતું. આ માહિતી નાણાં મંત્રાલયના આંકડાઓમાંથી મળી છે.

ભારતના ત્રિમાસિક વિદેશી લોન રિપોર્ટ અનુસાર ત્રિમાસિક ધોરણે ડિસેમ્‍બર ૨૦૨૪માં વિદેશી દેવામાં ૦.૭ ટકાનો વધારો થયો હતો. સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ના અંતમાં તે ૭૧૨.૭ અબજ ડોલર હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ડિસેમ્‍બર ૨૦૨૪ના અંત સુધીમાં વિદેશી દેવું અને જીડીપીનો ગુણોત્તર ૧૯.૧ ટકા રહ્યો હતો સપ્‍ટેમ્‍બર ૨૦૨૪માં તે ૧૯ ટકા હતું.

રિપોર્ટમાં જણાવ્‍યા પ્રમાણે ડિસેમ્‍બર ૨૦૨૪ના અંતમાં ભારતનું વિદેશી દેવામાં અમેરિકન ડોલરના મૂલ્‍યમાં દેવાની હિસ્‍સેદારી સૌથી વધુ ૫૪..૮ ટકા રહી હતી. ત્‍યારબાદ ભારતીય રૂપિયા (૬૦.૬ ટકા), જાપાની યેન (૬.૧ ટકા), એસડીઆર (૪.૭ ટકા) અને યુરો (ત્રણ ટકા)નું સ્‍થાન રહ્યું હતું. ડિસેમ્‍બર ૨૦૨૪ના અંતમાં કેન્‍દ્ર સરકારનું બાકી વિદેશી દેવું ઘટયું હતું, જ્‍યારે સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ની તુલનામાં બિન-સરકારી ક્ષેત્રની બાકી લોનમાં વધારો થયો હતો

(10:50 AM IST)